પઠાનનો સમગ્ર દેશમાં ડંકોઃ માત્ર બે દિવસમાં જ 125 કરોડથી વધુની કમાણી

  • January 27, 2023 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

  • પહેલાં દિવસે 55 કરોડ તો બીજા દિવસે તેનાથઈ દોઢ ગણો કર્યો ધંધો
  •  4 વર્ષ બાદ ફિલ્મોમાં બાદશાહનો કમબેક સીટીઓ વગાડીને થયો


શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનએ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.  ફિલ્મની પહેલા બે દિવસની કમાણીએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે રિલીઝ થયાના માત્ર બે દિવસમાં જ 125 કરોડથી વધુની કમાણી કરી લીધી. એટલે તેના કુલ બજેટના એડધા પૈસા તો થિયેટરમાંથી વસુલ કરી લીધા. હવે વિકએન્ડમાં ફિલ્મનો વકરો વધવાની સંભાવના છે. ફિલ્મે શુક્રવારે હિન્દી બેલ્ટમાં 55 કરોડ સાથે ભારતમાં 67 કરોડ અને વિદેશમાં 29 કરોડ સહિત વર્લ્ડવાઇડ 97 કરોડનો ધંધો કર્યો. જ્યારે બીજા દિવસે માત્ર હિન્દી બેલ્ટમાં જ પહેલા દિવસના આશરે 50 ટકા વધારા સાથે 70 કરોડ કમાવી લીધા. ફિલ્મનું બજેટ 250 કરોડની આસપાસ છે.

બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની ફિલ્મ પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ લોકો  રાખતા હતા તેમાં સફળ થતો જણાય છે. શાહરૂખે 4 વર્ષ બાદ મોટા પડદા પર જબરદસ્ત કમબેક કર્યું છે. રિલીઝના પહેલા જ દિવસે 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી..

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર, 'પઠાણ'એ પહેલા દિવસે જ 55 કરોડની કમાણી કરીને KGF 2 અને Wor જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તરનના કહેવા પ્રમાણે, ફિલ્મ બીજા દિવસે 100 કરોડ ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે, પરંતુ સામે એક જગ્યાએ ફિલ્મને ફટકો પણ પડ્યો છે.

આ ફિલ્મમાં એવી 4 ખાસ વસ્તુઓ છે જે લોકોને આકર્ષે છે, પહેલી વાત છે ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણની હાજરી, બીજી વાત સલમાન ખાનનો ટાઈગર કેમિયો, ત્રીજી વાત ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે શાહરૂખની જોરદાર એક્શન અને છેલ્લી વાત શાહરુખ  પોતે જ છે. જેને લોકો લાંબા સમય પછી મોટા પડદા પર જોઈ રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application