ઝારખંડમાં શાળાએથી પરત ફરી રહેલી આદિવાસી સગીર પર સામૂહિક બળાત્કાર

  • September 20, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝારખંડના ખુંટી જિલ્લામાં આદિવાસી સમુદાયની એક 16 વર્ષની સગીરા જ્યારે શાળાએથી ઘરે પરત ફરતી હતી ત્યારે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે રાંચીને ચાઈબાસા સાથે જોડતા નેશનલ હાઈવે 75 નજીક મુર્હુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની એક જગ્યાએ બની હતી.



શાળાએથી પરત ફરી રહેલી સગીરા પર સામૂહિક બળાત્કાર

પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે તે બુધવારે બપોરે શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે લગભગ 10 લોકોએ તેને રસ્તાની બાજુની ઝાડીઓમાં ખેંચી હતી અને તેમાંથી પાંચ લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તે બેહોશ થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે નગ્ન હતી. ખુંટી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસરે પીટીઆઈને જણાવ્યું હતું કે, ઘટનાના સંબંધમાં ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ગુનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application