શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ ખાતે તેજસ્વી તારલાઓ અને દાતાઓનો સન્માન સમારંભ યોજાયો

  • August 07, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ ખાતેની શ્રી લેઉવા પટેલ સેવા સમાજ ધ્રોલ સંચાલિત ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓના સન્માન અને સંસ્થાને હરહમેશ મદદ કરતા દાતાઓનો સન્માન સમારંભ તા. ૦૬/૦૮/૨૦૨૩ રવિવારના રોજ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ કાયેક્રમમાં દિવ્યેશ અકબરી - ધારાસભ્ય જામનગર શહેર, રમેશભાઈ ટીલાળા- ધારાસભ્ય - રાજકોટ શહેર, રમેશભાઈ મુંગરા - પ્રમુખ જામનગર જીલ્લા ભાજપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ કાયંક્રમની શરૂઆત સંસ્થાની બાળાઓ દ્વારા સ્વાગત નૃત્યથી થયેલ. મહેમાનોનું શબ્દોથી સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રાએ કરેલ. ઉપસ્થિત તમામ મહેમાનઓને પુષ્પ ગુચ્છ અને સ્મૃતિચિહન આપી સન્માનિત કરેલ. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્યથી શિક્ષણ મંત્રીએ કરેલ. પ્રાસંગિક પ્રવચન આપતા શિક્ષણ મંત્રી પ્રફૃલભાઇ પાનસેરિયાએ જણાવેલ કે આ સંસ્થા રાઘવજીભાઈ અને તેમની ટીમ દ્વારા અથાગ પ્રયત્નોથી ઉભી કરવામાં આવેલ છે. તેમાં સહયોગ આપનાર દાતાઓને હું અભિનંદન પાઠવું છું. દાતાઓએ પોતાની સંપત્તિ શિક્ષણ પાછળ ખચે કરી વિદ્યાર્થીની બહેનોને તમામ પ્રકારની સવલતો ઉભી કરવાનું બીડું ઝડપેલ છે તે જ તેમનું સન્માન છે. સમાજ દ્વારા જ્ઞાતિ જનોએ સંસ્કાર- શિક્ષણ અને ચારિત્રનું રક્ષણ કરી બહેનોને અભ્યાસ કરવાની તક આપેલ છે. તેનો ઉપયોગ કરવા વિદ્યાર્થીનીઓને જણાવેલ. તેઓએ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવેલ અને પોતાના વરદ હસ્તે ઇનામો આપેલ.


આ કાયંક્રમમાં ધોરણ ૮ થી ૧૨ની તેજસ્વી વિદ્યાર્થીનીઓને પરસોતમભાઈ કમાણી તરફથી ઇનામો આપવામાં આવેલ. ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦૨ થી વધુ પરિણામ મેળવેલ કુલ પપ વિદ્યાર્થીનીઓને દિનેશભાઈ મુંગરા તરફ્થી ઈનામ આપવામાં આવેલ. વષે દરમિયાનના રમત ગમતના સાધનો જયેન્દ્રભાઈ મુંગરા તરફથી આપવામાં આવેલ. આ તમામ દાતાઓનું રાઘવજીભાઈ પટેલે શાલ ઓઢાડી સન્માન કરેલ.


આ સંસ્થાને વષે ૨૦૨૨-૨૩માં જામનગર જીલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકેની પસંદગી થતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાય અને સ્ટાફને જીલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શાળાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. વિશ્વ વિખ્યાત પટેલ રાસ મંડળ લતીપર દ્વારા પ્રખ્યાત કણબી રાસ અને મિશ્ર રાસ રજૂ કરી મહેમાનો અને ઉપસ્થિત જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કરેલ.


આ સમારંભમાં ઉપસ્થિત રહેલ દાતાઓએ ઉદાર હાથે સંસ્થાને આર્થિક અનુદાન આપેલ. જેમાં ભાવિનભાઈ નીલેશભાઈ કપુરિયા ધ્રોલ -૧૫૫૧૦૦૦, સંદીપભાઈ સાવલિયા - રાજકોટ ૧૫૦૦૦૦૦, રસિકભાઈ ગોંડલિયા - રાજકોટ ૧૧૦૦૦૦૦, રમેશભાઈ ટીલાળા- ધારાસભ્ય રાજકોટ ૧૧૦૦૦૦૦, રમેશભાઈ સીદપરા - રાજકોટ ૧૧૦૦૦૦૦, વિપુલભાઈ ઠેસિયા - રાજકોટ ૧૧૦૦૦૦૦, બટુકભાઈ મોવલીયા ૧૧૦૦૦૦૦, રસિકભાઈ વસોયા - શ્રીજી ઇન્ફોટેક, ૧૧૦૦૦૦૦, જીતુભાઈ કમાણી- જામનગર ૫૫૧૦૦૦, જયેશભાઈ સંઘાણી, દિનેશભાઈ કપુરિયા તથા રસિકભાઇ સોજીત્રા - જામનગરના ગ્રુપ દ્રારા ૨૫૧૦૦૦, ગોવિંદભાઈ પટેલ - જલારામ સ્ટીલ સુરત - ૧૫૧૦૦૦, જીતુભાઈ લીંબાસીયા - રાજકોટ ૧૫૧૦૦૦, ડો. વસંતભાઇ મુંગરા - જામનગર ૧૫૧૦૦૦, પરસોત્તમભાઈ કમાણી - ડોક્ટર પંપ રાજકોટ ૧૧૧૦૦૦, ભરતભાઈ ગાજીપરા - રાજકોટ ૧૧૧૦૦૦, વસંતભાઈ લીંબાસીયા ૧૦૦૦૦૦, સવજીભાઈ તરાવિયા, જગદીશભાઈ ભડેરી, મહેશભાઇ મુંગરા - જામનગર, જીવરાજભાઈ અકબરી - રાજકોટ, રસિકભાઇ ભંડેરી, મમતાબેન અજુડિયા - રાજકોટ, નાનજીભાઇ ભડેરી - ધ્રોલ, ડો. વિજયભાઈ સોજીત્રા - ધ્રોલ, મંગળજીભાઇ સુહાગીયા - મોરબી, તથા કેશુભાઈ જાદવ પ્રશ્નાવડાવાળાએ ૫૧૦૦૦ જેવું માતબર દાન જાહેર કરેલ. આ તમામ દાતાઓને મંત્રીએ શાલ ઓઢાડી સન્માનિત કરેલ.


સમારંભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચન આપતા જણાવેલ કે આ સંસ્થાએ શરૂ થયાના વષે ૨૦૦૧ થી આજ સુધી શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. આ સંસ્થાને શ્રેષ્ઠ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓએ, આચાર્યએ અને શિક્ષીકા બહેનોએ અથાક મહેનત કરી શિક્ષણનું સ્તર કાયમ માટે ઊંચું રાખેલ છે. તે બદલ હું અભિનંદન પાઠવું છું. તેઓએ માતબર રકમ આપનાર દાતાઓને અભિનંદન પાઠવેલ. હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્ઞાતિજનોનો આભાર માનેલ.


આ ઉપરાંત સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા, કાલાવડ ક્ધયા છાત્રાલયના મંત્રી જમનભાઈ તારપરા, ખામટા ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી તુલસીભાઇ તાલપરા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ પડધરીના ચેરમેન ગોરધનભાઇ શિંગાળા તથા પ્રમુખ ડો. પી.જે. પીપરીયા, જામનગર ક્ધયા છાત્રાલયના કિશોરભાઈ સંઘાણી, સુરેશભાઈ મુંગરા-રાજકોટ તથા લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા મોટી ખીલોરીવાળા વગેરે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ ડો. વિજયભાઈ સોજીત્રા, સંચાલક વિજયભાઈ મુંગરા, ટ્રસ્ટી રસિક ભાઇ ભંડેરી તથા હેમરાજભાઈ મુંગરા, નવલભાઈ મુંગરા, મહેન્દ્રભાઈ પટેલ, ચંદ્રેશ ભંડેરી, મહેશ ચૌખલીયા, રાકેશ પીપરીયા, નીલેશ દુધાગરાએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાયો ડો. પ્રવિણાબેન તારપરાએ કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application