Rocky Aur Rani Kii Prem Kahaaniમાં રણવીર-આલિયાની કેમેસ્ટ્રી જોઈને ક્રેઝી થયા ફેન્સ, 7 વર્ષ પછી કરણ જોહરે કર્યું દમદાર કમબેક

  • July 04, 2023 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરણ જોહર 7 વર્ષ પછી રોકી અને રાનીની લવસ્ટોરી સાથે ડાયરેક્શનમાં કમબેક કરી રહ્યા છે. આ બીજી ફિલ્મ છે જ્યારે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યું છે, જે રિલીઝ થયા પછી જ ચર્ચામાં આવ્યું હતું. ત્યારથી, ચાહકો તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા જે આખરે રિલીઝ થઈ ગયું છે. જે બાદ આ ફિલ્મ વિશે લોકોનો અભિપ્રાય બદલાઈ ગયો છે. જ્યારે તેના ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેને કોઈ ખાસ પ્રતિસાદ મળી રહ્યો ન હતો, ત્યારે હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ તેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.


રોકી અને રાનીનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોની પસંદ બની ગયું છે. માત્ર 46 મિનિટમાં, તેને યુટ્યુબ પર 346 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. જો ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આલિયા, બંગાળી છોકરી 'રાની' અને રંધાવા પરિવારના રાજકુમાર 'રોકી' રણવીર સિંહ એકબીજાના પ્રેમમાં પડે છે. પરિવારને મનાવવા માટે બંને એકબીજાના ઘરે 3 મહિના રહેવાનો પ્લાન બનાવે છે. જે બાદ બંને એકબીજાના ઘરે રહેવા જાય છે. આ સાથે કરણ જોહર પણ આ ફિલ્મથી કમબેક કરતો જોવા મળી રહ્યો છે.


ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. તે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી પ્રશંસા મેળવી રહી છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ગલી બોય પછી આ બીજી ફિલ્મ છે, જેમાં રણવીર અને આલિયાની જોડી જોવા મળવાની છે. રણવીર આલિયાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 28 જુલાઈથી સિનેમાઘરોમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application