કારખાનાના શ્રમયોગીઓ તેમજ નોંધણી થયેલી સંસ્થા કે સાઈટના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
જામનગર તા.23 એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને આગામી તારીખ 07 મી મે- મંગળવારના દિવસે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કારખાના ધારા-1948 હેઠળ ઔદ્યોગિક એકમો કે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા કે સાઈટ પર કાર્યરત શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ-135 (B) મુજબ કારખાના ધારા-1948 અન્વયે કારખાનામાં કાર્ય કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલી સંસ્થાઓ કે સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે.
આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. ઉક્ત દિવસે રજાના કારણે જો શ્રમયોગીઓ કે કર્મચારીઓને પગાર મેળવવાનો હકક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે-તે વ્યકિતની રજા જાહેર ના થઈ હોય અને જેટલો પગાર મળવાપાત્ર થતો હોય, તો તેટલો પગાર તેમને ચૂકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનું સંભવિત હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવાનું સંભવિત હોય, તો તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કે કર્મચારીઓને તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઈથી વિરુધ્ધનું વર્તન કરશે, તો તેમના વિરુદ્ધ આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ ડેપ્યુટી ડાયરેકટરશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMગુરુ નાનક દેવના પ્રિય શિષ્ય, તેમના પુત્ર નહીં... આ વ્યક્તિને સોપી હતી ગાદી
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech