ભારત સિવાય આ દેશો 15મી ઓગસ્ટે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ

  • August 15, 2023 07:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું હતું અને હવે દર વર્ષે 15 ઓગસ્ટે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે. ઘણા દેશો આપણી સાથે સ્વતંત્રતા દિવસ ઉજવે છે


ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનની લાંબા સમયની ગુલામીમાંથી આઝાદી મળી હતી.


રિપબ્લિક ઓફ કોંગો: રિપબ્લિક ઓફ કોંગોને કોંગો-બ્રાઝાવિલે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી આઝાદી મળી હતી. અહીં પણ, 15 ઓગસ્ટ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા: દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ ભારતની આઝાદીના બે વર્ષ પહેલાં સ્વતંત્ર થયા હતા. અગાઉ કોરિયા જાપાનના શાસન હેઠળ હતું અને 15 ઓગસ્ટ 1945માં તેને આઝાદી મળી હતી. હવે બંને દેશો 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય મુક્તિ દિવસ ઉજવે છે.


લિક્ટેંસ્ટાઇન: લિક્ટેંસ્ટાઇન એ વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે અને તે યુરોપનો સૌથી નાનો દેશ છે. તે સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયાથી ઘેરાયેલું છે. આ દેશને 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.


બહેરીન: બહેરીન પર્શિયન ગલ્ફનો એક મહત્વપૂર્ણ ટાપુ દેશ છે. આ દેશને 15 ઓગસ્ટ 1971ના રોજ યુકેથી આઝાદી મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application