જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ‘‘વાસ્મો’’ (જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ કામોની સૈદ્ધાંતિક મંજૂરી અર્થે કલેકટરએ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે ઓગમેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવેલ છે, તે અંતર્ગત કરવાના થતા કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ જિલ્લામાં કરવાની થતી કામગીરી અંતર્ગત સમાવિષ્ટ એજન્ડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. આર. પોપટ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘ તથા વોટરશેડ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech