હૈદરાબાદ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમનની કરી ધરપકડ, ડ્રગ્સ કેસમાં કોર્ટમાં થશે હાજર

  • July 15, 2024 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રકુલના ભાઈ અમનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.




હૈદરાબાદ પોલીસે આપી માહિતી

હૈદરાબાદ પોલીસે ખુદ રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડની માહિતી શેર કરી છે. હૈદરાબાદ પોલીસે સોમવારે એક કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે અમન પ્રીત સિંહની ડ્રગ સ્મગલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદની રાજેન્દ્ર નગર એસઓટી પોલીસ અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અન્ય લોકો સાથે અમનની પણ ધરપકડ કરવામાં આવી હતી.


અમન પ્રીત સિંહે લીધું હતું ડ્રગ્સ

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ બાદ હવે રકુલના ભાઈને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે અમન ડ્રગ્સનું સેવન કરતો હતો. ટેસ્ટમાં અમન પોઝિટિવ આવ્યો હતો. અમન ઉપરાંત, પોલીસે ડ્રગ્સના કેસમાં અન્ય 12 લોકો વિશે પણ જણાવ્યું હતું જેઓ ટેસ્ટમાં પોઝિટિવ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application