પરીક્ષા વિધેયક આજે, બજેટ આવતીકાલે: સત્ર શરૂ

  • February 23, 2023 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની વારંવાર બનતી ઘટનાઓ રોકવા માટે પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા વગરની અને ભાજપ્ની તોતીંગ બહુમતીના કારણે આ વિધેયક આસાનીથી પસાર કરવામાં આવ્યું છે.


પરીક્ષા વિધેયક 2023 પસાર થયા બાદ હવે પેપર લીકની ઘટના બને તો ષડયંત્ર રચનારાઓને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પાંચ વર્ષથી દસ વર્ષ સુધીની સજા ફરમાવવામાં આવશે. હવે પેપર લીક ઘટના બને તો ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા કે વિભાગની સંડોવણી માલુમ પડશે તો તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. ગયા વર્ષના બજેટની સરખામણીએ આ વખતે અંદાજપત્રના કદમાં 15 થી 20% નો વધારો થવાની શક્યતા છે.


આગામી તારીખ 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન આગામી તારીખ 27ના રોજ બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક ગૃહમાં મૂકવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના ઉદબોધનથી શરૂ થયેલા આજના બજેટ સત્ર ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ નેતા વગરનું બની રહ્યું છે. 35 દિવસના સત્ર દરમિયાન 27 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023 -24 માટે નું બજેટ રજૂ કરશે.આ સત્ર દરમિયાન પાંચ જેટલા વિધાયકો રજૂ કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે.


બજેટ સત્રમાં આ વખતે પહેલાં અને ત્રીજા શનિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે, જ્યારે બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. અગાઉ સોમવારથી શુક્રવાર સુધી જ ગૃહની બેઠક મળતી હતી. છઠ્ઠી માર્ચથી સરકારના બજેટ પરની સામાન્ય ચચર્િ શરૂ થશે. જે નવમી માર્ચ સુધી ચાલશે અને 10મીથી 27મી માર્ચ સુધી સરકારના વિવિધ વિભાગોના બજેટ માગણી 52 ચચર્િ થશે અને આ બજેટ પસાર કરાવાશે. આ વખતના બજેટમાં રોજગારીની વિશેષ તકો ઉપલબ્ધ કરાવવાના આશયથી પ્રવાસન વિભાગને ખાસ મહત્ત્વ આપે કે મોટી રકમની ફાળવણી કરાય તેવી શક્યતા જોવાના આવી રહી છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ્ને 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવેલી નવી ગુજરાત સરકારનું પ્રથમ બજેટ સત્ર છે. આ વખતે કોંગ્રેસને માત્ર 17 આમ આદમી પાર્ટીને 5 બેઠકો જ મળી છે. આ વખતે પ્રથમ વખત વિપક્ષ માટે આ બજેટ સત્ર ખૂબ મહત્વનું સાબિત થવાનું છે.


ગુજરાતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત વિરોધ પક્ષના નેતા વગર બજેટ સત્ર મળી રહ્યું છે રાજય વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી 10 ટકા એટલે કે 18 બેઠક કોઈ એક પાર્ટીને મળી ન હોવાથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના વિપક્ષ નેતા ના પદને લઈને કોઈ સ્થાન આપ્યું નથી તેવી સ્પષ્ટતા ગઈકાલે તેમને સત્તાવાર રીતે કરી દીધી છે.


આજના બજેટ સત્ર નો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગૃહના સંબોધનથી કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ કાર્યક્રમનો સંકેત આપ્યા હતા . ત્યારબાદની પરંપરા મુજબ રાજ્યના પૂર્વ રાજ્યપાલ સ્વ.ઓ.પી.કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય સ્વ. નારણભાઈ પટેલ, સ્વ, દાઉદભાઈ પટેલ, સ્વ મહિપતસિંહ જાડેજા, સ્વ.હરેશ ભટ્ટના અવસાન બદલ ગૃહમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બે મિનિટ નુ મૌન પાળી તેમના પરિવારજનોને દિલસોજીનો સંદેશ પાઠવવા મા આવ્યો હતો.

પ્રવાસન વિભાગને મળી શકે છે અલગ દરજજો
ગુજરાતના પ્રવાસન સ્થળોને વિકસાવવા વધુ ગતિ આપવા સરકારનો નિર્ણય છે. જે અંતર્ગત પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. શુક્રવારે રજૂ થનારા ગુજરાતના આગામી બજેટમાં જાહેરાત થશે. ટુરીઝમ ડિપાર્ટમેન્ટને અલગ વિભાગ કરવાની જાહેરાત થશે. હાલ ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનું સ્થાન છે. અલગ વિભાગ બનતા પ્રવાસન વિભાગમાં સ્વતંત્ર અધિકારીઓ નિમાશે. ઉપરાંત અલગ દરજ્જા સાથે પ્રવાસન વિભાગને વધુ બજેટ પણ ફાળવાશે. ગુજરાત બજેટમાં છેલ્લે કલાયમેટ ચેન્જ નવા વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application