1751 કરોડના કરાર બાદ પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રમવા પર લાગ્યો પ્રતિબંધ

  • January 05, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યારે સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર તરફથી રમી શકશે નહીં. તેના પર ગુરુવારે અલ-નાસર માટે ડેબ્યૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્લ્ડ કપ જીતવાનું તેનું સપનું તૂટી ગયાના થોડા અઠવાડિયા બાદ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરોપિયન ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડીને સાઉદી અરેબિયાના અલ-નાસર સાથે જોડાઈ ગયો.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિરુદ્ધ આ કાર્યવાહી ફિફાના નિયમોના ઉલ્લંઘન માટે કરવામાં આવી છે. તેના પર ગેમ દરમિયાન યુવકનો ફોન તોડવાનો અને ગેરવર્તન કરવાનો આરોપ છે.

ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર સાઉદી અરેબિયન ક્લબ અલ-નાસર તરફથી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં એવર્ટન સામે માન્ચેસ્ટર યુનાઇટેડની 1-0થી હાર બાદ તેના વર્તન માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
​​​​​​​

અહેવાલ મુજબ રોનાલ્ડો પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 14 વર્ષીય પીડિતાની માતાએ આક્ષેપ કર્યો હતો કે ફૂટબોલરે તેના ઓટીસ્ટીક પુત્ર સાથે ગેરવર્તણૂક કરી હતી અને ઈજા બાદ તેના હાથ પર સોજો આવી ગયો હોવા છતાં તેને છોડી દેવામાં આવ્યો હતો. પીડિત બાળકની માતાએ કહ્યું છે કે સાઉદી અરેબિયામાં તેના રમવા પર લાગેલા પ્રતિબંધથી તે ચિંતિત નથી. મને લાગે છે કે તેણે નિવૃત્ત થવું જોઈએ અને અમને બધાને બ્રેક આપવો જોઈએ.

જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અલ-નાસરમાં જોડાયો ત્યારે મધ્ય-પૂર્વના દેશોમાં ભારે ઉત્સાહ હતો. 3 જાન્યુઆરીએ રોનાલ્ડો ઔપચારિક રીતે તેની નવી ક્લબ સાથે જોડાયો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે તેણે યુરોપમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને હવે તે સાઉદી અરેબિયામાં કેટલાક રેકોર્ડ બનાવવા માંગે છે. જણાવી દઈએ કે રોનાલ્ડોએ અલ-નાસાર સાથે 200 મિલિયન યુરો ($211 મિલિયન) એટલે કે 1751 કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application