ચાર વર્ષ પછી પણ 'પૂજા'નો ચાર્મ અકબંધ, આયુષ્માન ખુરાના-અનન્યા પાંડેની ડ્રીમ ગર્લ 2ની કમાણીમાં દેખાયો 'પૂજા'નો જાદુ

  • August 28, 2023 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે લોકોને પસંદ આવી રહી છે. આ દિવસોમાં ગદર 2 અને OMG 2 જેવી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી રહી છે. બંને ફિલ્મો વચ્ચે પણ ડ્રીમ ગર્લ 2 સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ પહેલા દિવસથી સારો બિઝનેસ કરી રહી છે. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે.


ફિલ્મે ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે 10.69 કરોડનો બિઝનેસ કર્યો હતો. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે કમાણીના આંકડામાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 14.02 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે પણ, ડ્રીમ ગર્લ 2 નો જાદુ બોક્સ ઓફિસ પર કામ કરી ગયો છે અને આ ફિલ્મે શરૂઆતના બંને દિવસોની સરખામણીમાં રવિવારે વધુ સારો બિઝનેસ કર્યો છે.


અહેવાલ મુજબ, ડ્રીમ ગર્લ 2 એ ત્રીજા દિવસે અંદાજે 16 કરોડનો બિઝનેસ કર્યો છે, જે એક સારો આંકડો છે અને તે દર્શાવે છે કે ચાર વર્ષ પછી પણ પૂજાનો ચાર્મ અકબંધ છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2019માં રિલીઝ થયો હતો. લોકોને તે ભાગ ઘણો પસંદ આવ્યો, ત્યાર બાદ હવે મેકર્સ ડ્રીમ ગર્લ 2 લઈને આવ્યા છે. ડ્રીમ ગર્લ 2 એ ત્રણ દિવસમાં 40.71 કરોડની કમાણી કરી લીધી છે.


ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર 142.26 કરોડનો બિઝનેસ કર્યો હતો. નુસરત ડ્રીમ ગર્લ 2નો ભાગ નથી. આ વખતે તેની જગ્યાએ અનન્યા પાંડે જોવા મળી છે. આયુષ્માન અને અનન્યાની સાથે આ પહેલી ફિલ્મ છે. આમાં પરેશ રાવલ, વિજય રાજ, રાજપાલ યાદવ પણ દેખાયા છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે એકતા કપૂર અને શોભા કપૂર નિર્માતા છે. જો કે આ ફિલ્મ તેના પહેલા ભાગને પાછળ છોડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application