રાજકોટમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો : ડેન્ગ્યુ, શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા

  • September 11, 2023 02:01 PM 


રાજકોટમાં સાતમ આઠમના તહેવાર બાદ રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 8 કેસ, ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. એ સિવાય શરદી-ઉધરસના 430 કેસ, સામાન્ય તાવના 34 કેસ, ઝાડા ઉલ્ટીના 141 કેસ, ટાઈફોઈડના 3 કેસ નોંધાયા છે. 


રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર - ૫૬, અર્બન આશા - ૪૧૫ અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – ૧૧૫ દ્વારા તા.૦૪/૦૯/૨૩ થી તા.૧૦/૦૯/૨૩ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૪૦,૯૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૮૮૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application