બિપરજોય વાવાઝોડા બાદ દ્વારકા જિલ્લામાં રોગચાળા અટકાવવા માટેની કામગીરી

  • June 19, 2023 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી પાણીને કારણે રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. જેમાં ૧ આરોગ્ય કર્મચારી અને ૧ આશા વર્કર હોય તેવી કુલ ૫૨૦ સર્વેલન્સ ટીમ કે દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક ઘરની મુલાકાત લઇ પીવાના પાણીનું કલોરીનેશન ચેક કરવાનું, ઓ.આર.એસ.નું વિતરણ, ફીવર સર્વેલન્સ, રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ દ્વારા સ્થળ પર નિદાન, પોરાનાશક કામગીરી તથા સોર્સ  રીડકશન તથા આરોગ્ય શિક્ષણ વગેરે કામગીરી કરવામાં આવશે.


તેમજ નગરપાલીકા વિસ્તારમાં સલાયા ખાતે ૦૨, ખંભાળિયા ખાતે ૦૧, ઓખા ખાતે ૦૨ અને દ્વારકા ખાતે ૦૧ વેક્ટર કંટ્રોલ ટીમ દ્રારા કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, ૨૩ ફોગીંગ મશીન તથા ૨૯ નેપસેક પંપ કાર્યરત કરવામાં આવશે. તેમજ વાવાઝોડા બાદના વરસાદથી મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ૧૦૨ લીટર ટેમીફોર્સ, ૨૫ લીટર પાયરેથ્રમ, ૧૪.૮ કિલો ડાયફ્લ્યું બેન્ઝ્યુંરોન ઉપયોગ કરવામાં આવશે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૦૯ ટી.સી.એલ. પાઉડર બેગ ઉપલબ્ઘ છે.જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ૦૫ લાખ ક્લોરીન ટેબ્લેટની પહોચાડીને વિતરણ કરવામાં આવશે તથા જરૂર પડયે વધુ ૦૫ લાખ ક્લોરીન ટેબ્લેટ ઉપલબ્ઘ કરવાની કામગીરી ચાલુ છે. તેમજ ૧૬૨ ક્લોરોસ્કોપથી ક્લોરીનેશનયુક્ત પાણીની ચકાસણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application