ભાવનગરમાં સવારના સમયે મેઘરાજાની એન્ટ્રી

  • September 18, 2023 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaakl@team

શહેરમાં ધીમીધારે મેઘરાજાની પધરામણી બાદ ઉઘાડ : રવિવારે પણ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ


ભાવનગર શહેરમાં આજે સવારે હળવો વરસાદ પડ્યો હતો.રવિવારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો  જેમાંઘોઘામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં  વરસાદના હળવા ભારે ઝાપટા ટાડાયા બાદ આજે શહેરમાં સવારના સમયે જોરદાર ઝાપટું પડી ગયું હતું.વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ તૂટી પડતા નોકરી અને કામધંધે જતા લોકો અટવાયા હતા.


ગઈકાલે  રવિવારે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૧૨મી.મી., પાલીતાણામાં ૧ મી.મી., ભાવનગર શહેરમાં ૨ મી.મી .અને શિહોર માં ૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.ભાવનગરમાં સવારે હળવો વરસાદ પડ્યા બાદ તડકો નીકળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application