અમિત શાહના વિમાનનું ગુવાહાટીમાં ગાઢ ધુમ્મસને કારણે ઈમરજન્સી લેન્ડિંગ

  • January 05, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગરતલા જઈ રહ્યા હતા: આજે પુર્વોત્તર રાજ્યમાં બે જન વિશ્વાસ યાત્રાને પ્રસ્થાન કરાવશે



કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું વિમાન ગાઢ ધુમ્મસને કારણે ઓછી વિજિબીલીટીને કારણે બુધવારે રાત્રે અગરતલાના મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર ઉતરી શક્યું ન હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ATC સૂત્રોએ જણાવ્યું કે વિમાનને ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું જ્યાં તે લેન્ડ થયું હતું. અમિત શાહ બુધવારે રાત્રે અગરતલા પહોંચવાના હતા અને બીજા દિવસે પૂર્વોત્તર રાજ્યમાં બે જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવવાના હતા. ત્રિપુરામાં આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.




પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક (એસપી) શંકર દેબનાથે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે, એમબીબી એરપોર્ટ પર ઉતરવાના હતા, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે નબળી દૃશ્યતાને કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. તેમણે કહ્યું કે તેમની ફ્લાઈટ ગુવાહાટીમાં લેન્ડ થઈ ગઈ છે અને ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં રાત્રી રોકાણ કરશે.




ભારતીય જનતા પાર્ટી )ના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, અમિત શાહ ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ સબ-ડિવિઝનથી જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી આપવા આજે અગરતલા પહોંચશે.



બીજી તરફ, મુખ્ય પ્રધાન માણિક સાહાએ દિવસ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, જન વિશ્વાસ યાત્રા આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારનો પ્રારંભ કરશે અને અમે ખુશ છીએ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન બંને કાર્યક્રમોને ફ્લેગ ઓફ કરશે. અમિત શાહ સૌથી પહેલા ધર્મનગર જશે, જ્યાં તેઓ જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી બતાવશે અને રેલીને સંબોધિત કરશે. સાહાએ કહ્યું કે આ પછી તે સબરૂમ જશે, જ્યાં તે બીજી જન વિશ્વાસ યાત્રાનો પ્રારંભ કરાવશે અને જનસભાને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે કાર્યક્રમ બાદ શાહ અગરતલા પરત ફરશે અને સાંજે ત્રિપુરા જવા રવાના થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application