ટ્વીટરનું સીઈઓ પદ ઈલોન મસ્ક છોડશે, મહિલા આવશે

  • May 12, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના CEO એલન મસ્કે પદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ટ્વીટર માટે નવા CEOની પસંદગી કરવામાં આવી છે. જે જલ્દી જ પદભાર સંભાળશે. મસ્કે પોતાના નવા સીઈઓના નામની જાહેરાત નથી કરી પરંતુ એ સંકેત આપ્યો છે કે તે એક મહિલા છે. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર નવા સી.ઈ.ઓ. તરીકે લીંડા યાકરીનો નામની મહિલાની પસંદગી થઇ શકે છે.




મસ્કે ટ્વીટર પર કહ્યું છે કે એ જાહેરાત કરીને ઉત્સાહિત છું કે મેં ટ્વીટર માટે નવા સીઈઓની પસંદગી કરી લીધી છે. તે આવનાર છ અઠવાડિયામાં પદભાર સંભાળી લેશે. રાજીનામા બાદ મારી ભુમિકા કાર્યકારી અધ્યક્ષ અને મુખ્ય પ્રોદ્યોગિકી અધિકારીની હશે.




એલન મસ્કે ગયા મહિનાના અંતમાં ટ્વીટર પર યુઝર્સ માટે એખ મોટો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે યુઝર્સને પ્રતિ આર્ટિકલના આધાર પર પૈસા ચુકવવા પડશે. તેમણે કહ્યું હતું કે જો યુઝર્સ મહિનાની સદસ્યતા માટે સાઈન અપ નહીં કરે તો તેમના આર્ટિકલ વાંચવા માટે વધારે ચુકવણી કરવાની રહેશે.




આ પહેલા મસ્કે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવવાની જાહેરત કરી હતી. મસ્કે કહ્યું હતું કે જો યુઝર્સ બ્લૂ ટિક માટે પૈસા નહીં આપે તો તેમને બ્લૂ ટિક નહીં મળે. એલન મસ્કે બ્લૂ ટિકને લઈને 12 એપ્રિલે ટ્વીટ કર્યું હતું.



તેમાં તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલથી લેગેસી બ્લૂ ટિક માર્ક વેરિફાઈ એકાઉન્ટથી હટી જશે. તેમણે ટ્વીટ કરી લખ્યું, લેગેસી બ્લૂ ચેકમાર્ક 20 એપ્રિલથી હટાવી દેવામાં આવશે. તેનાથી પહેલા જ મસ્કરે જાહેરાત કરી દીધી હતી કે જો બ્લૂ ટિક મેળવવી છે તો તેના માટે મંથલી ચાર્જ આપવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application