માત્ર ઓન પેપર અસ્તિત્વ ધરાવતી લોધીકા તાલુકા સહકારી મંડળીની તા.૨૬ના ચૂંટણી

  • June 06, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડની વર્ષ ૨૦૨૩ માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, સહકારી ક્ષેત્રમાં ચર્ચાતી વિગત મુજબ આ સંસ્થા, માત્ર ઓન પેપર કામ કરે છે. વાસ્તવમાં તેનું ટર્ન ઓવર કે અન્ય કામગીરી લગભગ ઝીરો છે.
​​​​​​​
આ સંસ્થાના ચૂંટણીના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો આજથી ૯ જુન સુધી મેળવી શકાશે. ૯ જુન ઉમેદવારી પત્રો ભરીને રજૂ કરવાની છેલ્લી તારીખ છે. મળેલા ઉમેદવારી પત્રોની યાદી ૬ થી ૯ જૂન સુધીમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૨ જૂનના રોજ કરાશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૩ જુને પ્રસિદ્ધ કરાશે. ૧૪ અને ૧૫ જુન સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી ૧૬ જુને પ્રસિદ્ધ કરવામાં આવશે. જો મતદાન કરવાનું થશે તો ૨૬ જુને મતદાન, ૨૭ જુને મતગણત્રી અને મતદાનનું પરિણામ ૨૭ જુને જાહેર કરાશે. આ તમામ કામગીરી કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે. તેમ રાજકોટ લોધીકા તાલુકા સહકારી પ્રોસેસિંગ અને માર્કેટિંગ મંડળી લિમિટેડના ચૂંટણી અધિકારી તથા રાજકોટ શહેર-૨ ના પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્માએ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application