ગાત્રો થીજાવતી ઠંડીથી બચવા સળગતી ચિતાઓ વચ્ચે સુવા મજબુર બન્યા વૃદ્ધ, હદયદ્રાવક વિડીયો થયો વાઇરલ

  • December 30, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. ગરીબ, નિરાધાર, વૃદ્ધો અને જરૂરિયાતમંદો માટે આ મુશ્કેલ સમય છે. જ્યારે હાડ થીજાવતી ઠંડી હોય અને શરીર પર ગરમ વસ્ત્રો પણ ન હોય અને રાત્રે શરીર ઢાંકવા માટે ધાબળો ન હોય ત્યારે સ્થિતિ વધુ વિકટ બની જાય છે. આવી સ્થિતિમાં ગરીબ અને લાચાર લોકો પોતાની વ્યવસ્થા કેવી કેવી રીતે કરે છે તે તો તેમનું મન જાણે છે.


આવો જ એક કિસ્સો કાનપુરના કોહના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિને ઠંડીથી બચાવવા માટે કોઈ ઉપાય ન મળ્યો, ત્યારે વૃદ્ધા સ્મશાન પહોંચ્યા અને ભૈરવઘાટમાં સળગતી ચિતા પાસે સૂઈ ગયા. કોઈએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે, જે બાદ આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application