શાપર વેરાવળમાં જુગારના બે દરોડામાં ત્રણ મહિલાઓ સહિત આઠ ઝડપાયા

  • July 27, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડા જીઆઇડીસીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લેવાયા



શાપર વેરાવળમાં જુગારના અલગ-અલગ બે દરોડાઓમાં પોલીસે ત્રણ મહિલા સહિત આઠ શખસોને ઝડપી લીધા હતા.જ્યારે લોધિકા પોલીસે મેટોડા જીઆઇડીસીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા છે.




જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે અહીં વેરાવળ એસઆઈડીસી રોડ શાંતિધામ પાસે ગણેશનગર મફતિયાપરા વિસ્તારમાં ખુલ્લી શેરીમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા 5620 કબજે કર્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખસોમાં પંકજ પુંજાભાઈ ખાણીયા,નયન પુંજાભાઈ ખાણીયા,મહેશ દિનેશભાઈ પરમાર, નિલેશ જયંતીભાઈ ભાસ્કર અને રાહુલ જયંતીભાઈ બેલમનો સમાવેશ થાય છે. જ્યારે જુગારના અન્ય એક દરોડમાં અહીંના શાપર ગંગા ગેટ જુના પાવર હાઉસ સામે બાપાસીતારામ ચોક નજીક મફતિયાપરામાં બાવળના ઝાડ નીચે જુગાર રમતી ત્રણ મહિલાઓને ઝડપી લીધી હતી. જેમાં લક્ષ્મી અનિલભાઈ ચાવડા, કાન્તા ગીરીશભાઈ વાણીયા અને વર્ષા જગદીશભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા 1450 કબજે કર્યા હતા.



જ્યારે જુગારના અન્ય એક દરોડમાં લોધિકા પોલીસ મથકના સ્ટાફે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 1 અંજલી પાર્ક પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પ્રવીણ ધીરુભાઈ કામેરીયા,અશોક કરશનભાઈ માકડીયા અને જીવરાજ પાંચાભાઇ પરમારને ઝડપી લીધા હતા.તેની પાસેથી રોકડ રૂપિયા 15,300 કબજે કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application