રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં કેળવણી નિરીક્ષકોની 622 જગ્યાઓ ભરાશે.

  • December 13, 2023 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંક સમયમાં કેળવણી નિરીક્ષકોની 622 જગ્યાઓ ભરાશે.

રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા કેળવણી નિરીક્ષકોની 622 ખાલી જગ્યાઓ ભરાશે,જે પૈકી 467 જગ્યાઓ સીધી ભરતીથી તેમજ 155 જગ્યાઓ બઢતીથી ભરવામાં આવનાર છે.શિક્ષણ વિભાગના તા. 21- જાન્યુઆરી 2021 ના નવા રીક્રુટમેન્ટ રુલ્સ (R.R) મુજબ સીધી ભરતી એ બઢતી ભરતીનું પ્રમાણ 3:1 છે. એટલે કે દર ચાર જગ્યાઓ પૈકી 3 જગ્યાઓ સીધી ભરતીથી અને 1 જગ્યા પ્રમોશન થી ભરાશે.

શિક્ષણ વિભાગના તા. 3 ઓગસ્ટ 2023 ના નોટિફિકેશન મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓ (જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં) ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો/મુખ્ય શિક્ષકો(HTAT) પરીક્ષા આપી શકશે.પરીક્ષા આપનાર પૈકી HTAT ને બઢતી જગ્યાઓમાં જેને જિલ્લા/નગર પ્રાથમિક સમિતિમાં આપવામાં આવશે જ્યારે પ્રાથમિક શિક્ષકો મેરીટના ધોરણે સીધી ભરતીથી આવશે.ટુંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતાઓ છે.

કેળવણી નિરીક્ષકોને 4200 ગ્રેડ પે આપવામાં આવનાર હોવાથી હાલ 9 વર્ષથી વધુ નોકરી કરનાર શિક્ષકોને કોઈ વિશેષ લાભ મળનાર નથી પરંતુ વહીવટી સંવર્ગનું 10:20:30 મુજબ પગારધોરણ મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application