લીકર કાંડમાં આજે કેસીઆરની પુત્રી કવિતાની ઈડી કરી શકે છે ધરપકડ

  • March 11, 2023 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાનાની સીએમ કેસીઆરની દીકરી અને એમએલ કવિતાની આજે દિલ્હી લિકર કેસ મામલે ધરપકડની આશંકા કેસીઆરે વ્યકત કરી છે


દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડીએ સિસોદિયાની રિમાન્ડ કોપીમાં કૌભાંડમાં ભારત રાષ્ટ્ર્ર સમિતિના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને ધારાસભ્ય કવિતાની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યેા છે. જે અંગે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ આજે ધારાસભ્યની કવિતાની પૂછપરછ કરશે.



તેલંગાણાના સીએમએ આરોપ લગાવ્યો કે ઈડી નોટિસ જારી કરીને અને દરોડા પાડીને તેમની પાર્ટીના નેતાઓને હેરાન કરી રહી છે. તેમણે કહ્યું કે, હજુ પણ અમે ઝૂકયા નથી અને ઝુકીશું પણ નહીં. રાવે કહ્યું કે કેન્દ્રની દબાણની રણનીતિ સામે ઝૂકવાનો પ્રશ્ન જ નથી. યાં સુધી અમે કેન્દ્રમાં ભાજપ સરકારને ના પાડીએ ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું.



આ સાથે તેમણે તેલંગાણામાં વહેલી ચૂંટણીની શકયતાને નકારી કાઢી હતી. બીઆરએસના વડાએ જણાવ્યું કે, ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ ડિસેમ્બરમાં યોજાશે. કે ચંદ્રશેખર રાવની પુત્રી અને એમએલસી કવિતાને ૯ માર્ચે ઈડી દ્રારા દિલ્હી દા કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અણ પિલ્લઈની ધરપકડના એક દિવસ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું



દિલ્હી લિકર પોલિસી કેસ વિશે વાત કરતા કેસીઆરએ કહ્યું કે તેમની પુત્રી કવિતાની ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ  દ્રારા ધરપકડ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે એવા અહેવાલો છે કે ઈડી અધિકારીઓ આ કેસમાં કવિતાની પૂછપરછ કર્યા પછી તેની ધરપકડ કરી શકે છે. અમે જોઈશું કે તેઓ શું કરે છે. અમને ધરપકડ કરવા દો, કેન્દ્ર સરકારના ઈશારે કેન્દ્રીય એજન્સીઓએ શઆતમાં પાર્ટીના મંત્રીઓ અને સાંસદોને નિશાન બનાવ્યા અને હવે તેમની પુત્રીને નિશાન બનાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application