મંગલદીપ સોસાયટીમાંથી ડુપ્લીકેટ તમાકુની મીની ફેક્ટરી પકડાઈ

  • February 18, 2023 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની એસઓજી.શાખાની ટુકડીએ રણજીતસાગર રોડ પર મંગલદીપ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી ડુપ્લિકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી છે, અને અંદરથી ડુપ્લીકેટ તમાકુ બનાવવા માટેની મશીનરી, અને તેને લગત સામગ્રી તથા તમાકુનો જથ્થો વગેરે કબજે કરી લઈ મકાન માલિકની અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં રણજીતસાગર રોડ પરથી ડુપ્લીકેટ તમાકુના કારસ્તાનનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.


એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતી કરનારાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સુચના આપી હતી, જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.


દરમ્યાન જામનગરની એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અરજણભાઇ કોડીયાતર, રમેશભાઇ ચાવડા અને મયુદીનભાઇ સૈયદને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના રણજીતસાગર રોડ પર મંગલદીપ સોસાયટી શેરી નંબર -૨ માં રહેતા જીતેશ હિરાણી ઉર્ફે જીતુ વાણંદ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ તમાકુ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે, જે બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડયો હતો.


 જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી બાગબાન કંપનીના ૧૩૮ તમાકુના પાઉચ ઉપરાંત ૯૦૦ નંગ લુઝ પાઉચ, ઉપરાંત પેકિંગ કરવા માટેના પ્રિન્ટિંગના રોલ, પેકિંગ કરવા માટેનું હાથ બનાવટનું ઇલેક્ટ્રીક મશીન વગેરે સામગ્રી મળી આવી હતી. ઉપરાંત તમાકુનો પણ કેટલોક જથ્થો મળી આવ્યો હતો. કુલ ૧.૦૯.૦૮૦ નો મુદામાલ કબ્જે લઇ આરોપી જીતેશ ઉર્ફે જીતુ દેવરાજ હીરાણી ઉ.વ.૩૫ની વિરુઘ્ધ સીટી-એમાં આઇપીસી ૩૭૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રણજીતસાગર રોડ પર ડુપ્લીકેટ તમાકુનો વેપલો પોલીસે પકડી પાડયો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application