બે દિવસથી સરા રોડ પર લાઈન લીકેજ થતાં પાણીની રેલમછેલ

  • December 11, 2023 12:06 PM 

હળવદમા છેલ્લ ા કેટલાક સમયથી ધણી ધોળી વિનાનુતંત્ર હોય તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. હળવદ શહેરના સરા રોડ પર આવેલ મેલડીમાના મંદિર પાસે છેલ્લ ા બે દિવસથી પાણીની લાઈન લીકેજ થતા રોડ પર  ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે. મેલડીમાના મંદિરથી ગંગા તલાવડી સુધી પાણીની રેલમછેલ જોવાં મળે છે.ઠેક ઠેકાણે પાણીના  ખાબોચિયા ભરાતા આજુબાજુના વેપારીઓ અને રહીશોને ભારે મુશ્કેલી વેઠવી  પડે છે બે દિવસથી પાણી લીકેજ થઈ રહ્યું છે છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા તંત્રને નજરે ન આવ્યું? કે પાણી શાખાને રસ નથી? કે પાલિકા તંત્ર નિંદ્રામાં અવસ્થામાં સુઈ રહ્યું છે? તેવું શહેરીજનોમાં ચર્ચા રહ્યું છે હાલ તો તાત્કાલિક ધોરણે પાણીની લીકેજની સમસ્યા દૂર કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application