Video : નશામાં ધૂત રિક્ષાચાલક બાળકોને સ્કૂલને મુકવાની જગ્યાએ અલગઅલગ જગ્યાએ ફેરવવા લાગ્યો, વાલીઓએ જાહેરમાં ધુલાઈ કરી

  • July 18, 2023 11:58 AM 
રાજકોટ દારૂડિયા રિક્ષાચાલકે એવું કામ કર્યું કે વાલીઓના જીવ અદ્ધર થઈ જાય. રિક્ષાચાલકના ભરોસે બાળકોને શાળાએ મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. દારૂ પીધેલો રીક્ષા ચાલક બાળકોને સ્કૂલે મુકવાને બદલે અલગ અલગ જગ્યાઓ પર ફેરવવા લઈ ગયો.




બાળકો સ્કૂલેથી જ્યારે ઘરે પરત ના કર્યા તો વાલીઓએ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલનો સંપર્ક કર્યો તો ખબર પડી કે બાળકો તો સ્કૂલે આવ્યા જ નથી જેને લઇને વાલીઓ ચિંતામાં મુકાઇ ગયા. બાદમાં વાલીઓ દ્વારા શોધખોળ હાથ ધરતા બાળકો રીક્ષા ચાલક સાથે ખોડલ હોટલ પાસેથી મળી આવ્યા હતા અને ત્યારબાદ વાલીઓ દ્વારા રીક્ષાચાલકને જાહેરમાં મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application