ભારતે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અને તેના રશિયા સાથેના સંબંધો અંગે યુએસ સહાયક વિદેશ પ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભારત-રશિયા સંબંધો લાંબા ગાળાના છે અને વિશ્વમાં તેની પ્રશંસા થવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની નિયમિત બ્રીફિંગમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારતનો રશિયા સાથે લાંબા ગાળાના સંબંધ છે જે હિતોની પરસ્પરતા પર આધારિત છે.
જયસ્વાલે કહ્યું કે અમને એ શિખવવાની જરૂર નથી કે કોની સાથે મિત્રતા કરવી કેમ કે, વિશ્વમાં તમામ દેશોને પસંદગીની સ્વતંત્રતા છે. દરેક વ્યક્તિ માટે આવી વાસ્તવિકતાઓ પ્રત્યે સભાન રહેવું અને તેમની પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે. અમેરિકી કોંગ્રેસમાં કાર્યવાહી દરમિયાન ડોનાલ્ડ લુએ વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસના સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ભારત સસ્તા હથિયારો માટે રશિયા પર નિર્ભર છે. ભારત રશિયા પાસેથી ગેસ ખરીદે છે અને તે પૈસા યુક્રેનમાં લોકોને મારવા માટે વપરાય છે.
દક્ષિણ અને મધ્ય એશિયા માટેના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે અમેરિકી સાંસદોને કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદીની મોસ્કો મુલાકાતના પ્રતીકવાદ અને સમય અંગેની અમારી નિરાશા વિશે હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું.” તેમણે કહ્યું, "જો હું તે મુલાકાતના સંદર્ભમાં થોડો પ્રકાશ પાડું તો શક્ય છે કે તમે આશ્વાસન પામી શકો. મોસ્કો જવાના બે અઠવાડિયા પહેલા, વડાપ્રધાન મોદી જી-7 સમિટમાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને પણ મળ્યા હતા."
તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું હું ખૂબ આદર અને પ્રશંસા કરું છું, તે મોસ્કોમાં યુદ્ધ અપરાધી પુતિનને ગળે લગાડતા જોઈને મને આઘાત અને દુખ થયું છે, તે જ દિવસે પુતિને યુક્રેનના કિવમાં મિસાઈલ થી બાળકોની હત્યા કરી હતી. ઇરાદાપૂર્વક હોસ્પિટલમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMસ્ક્રેપના ધંધાર્થી સાથે બામણબોરમાં યુનિટ ધરાવનાર શખસની 13.04 લાખની ઠગાઈ
April 25, 2025 03:06 PMશેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ સાથે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો
April 25, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech