છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પડવલામાં રચના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જલારામ એન્ટરપ્રાઇઝના નામે સ્ક્રેપની પેઢી ધરાવનાર નિમેશભાઈ ભુપેન્દ્રભાઈ લાખાણી (ઉ.વ 43) દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીરજ જયદેવભાઈ આર્યાનું નામ આપ્યું છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીની ઉત્કર્ષ ઈસ્પાત એલએલપીની ઓફિસ 150 ફૂટ રીંગ રોડ પર બિગ બજાર સામે ઇમ્પિરિયલ હાઇટ્સમાં આવેલી છે. જ્યારે તેનું યુનિટ બામણબોર જીઆઇડીસીમાં છે. વર્ષ 2018 થી ફરિયાદી આરોપીને લોખંડનો ભંગાર વેચે છે દર વખતે આરોપી બે ત્રણ દિવસમાં પેમેન્ટ આપી દેતા હતા.
ગઈ તા. 9/10/2024 ના આરોપીની કંપનીના મેનેજર ચિરાગ દવે ત્રણ ટ્રક ભંગાર મોકલવાનું કહેતા આ માલ મોકલ્યો હતો. જેના આરોપી પાસેથી રૂપિયા 13.04 લેવાના હતા. જે અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપી ખોટા બહાના આપી આજદિન સુધી આ પેમેન્ટ કર્યું ન હોય જેથી અંતે વેપારીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMસિહોરનાં ટાણા રોડ પર આવેલી ખુલ્લી વાલકુંડીમાં નીલગાય ખાબકતા મોત
May 17, 2025 05:01 PMસિહોરમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાયા
May 17, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech