કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

  • May 17, 2025 04:59 PM 

જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો ખોલવા અંગે, બ્રાંચ મર્જ કરવા બાબતે, ગ્રામ્ય/તાલુકા/જીલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક યોજવા અંગે, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર બાબતે વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે રાશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા અંગે ભાર મુક્યો હતો. તથા લોકો માય રાશન એપ્લીકેશનના માધ્યમથી ઘરે બેઠા જ ઈ-કેવાયસી કરી શકે તે અંગે લોકોને જાણકારી તથા સમજુતી આપવા સભ્યઓને સુચન કર્યું હતું. જીલ્લાના તમામ લોકોને અનાજનો જથ્થો યોગ્ય સમયે અને વ્યવસ્થિત મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.


આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા, જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જીલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ સહીત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application