ભારત–શ્રીલંકા વચ્ચે આજે ડૂ ઓર ડાઈ મેચ

  • January 07, 2023 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંઢેરી સ્ટેડિયમમાં રોમાંચક મેચ: મોટાભાગની ટિકિટ વેચાઈ ગઈ: ગીલના સ્થાને ઋતુરાજ ગાયકવાડ અને અર્શદીપના સ્થાને વોશિંગ્ટન સુંદરને મળી શકે છે તક




આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં નિર્ણાયક ટી૨૦નો રોમાંચ જામશે, ભારત અને શ્રીલંકા વચ્ચે ટી૨૦ શ્રેણીમાં ૧–૧ની બરોબરી હોથી ત્રીજી અને અંતિમ ટી ૨૦ જીતવા માટે બન્ને ટીમો મરણીયો પ્રયાસ કરો તે નક્કી છે. રાજકોટમાં સાજે ૭ વાગ્યાથી ત્રીજી ટી૨૦ મેચનો પ્રારભં થશે. ભારત અને શ્રીલંકા એમ બંને ટીમ અત્યારે બંને ટીમો ૧–૧થી બરાબરી પર છે. એવામાં આજે મેચ જીતનારી ટીમ સીરીઝ પોતાના નામે કરશે. પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી યાં ભારતનો ૨ રને વિજય થયો હતો. યારે પૂણેમાં શ્રીલંકાએ ૧૬ રનથી ભારતને હરાવ્યું હતું. હવે મહેમાન ટીમ પાસે પહેલીવાર ભારતમાં દ્રિપક્ષીય સીરીઝ જીતવાની તક છે.આજે સાંજે ૭ વાગ્યે મેચનો પ્રારભં થશે અને દર્શકોને ૪ વાગ્યાથી પ્રવેશ આપવાનું શ કરાશે. રાજકોટના મેદાનમાં પિચ બૈટર સાબિત  થઈ શકે છે. સપાટ વિકેટ પર બોલરોને વિકેટ લેવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નાની બાઉન્ડ્રીનો સારો ફાયદો પણ ઉઠાવી શકાય તેમ છે. તેમજ એવું પણ તારણ નીકળે છે કે, હાઈસ્કોર પણ બની શકે છે, આ મેદાનની એકાદ મેચ છોડીને વાત કરીએ તો ઓલઓવર સારો સ્કોર રહ્યો છે.





ભારતીય ટીમને સીરીઝમાં હારનો સામનો ના કરવો હોય તો ઓછામાં ઓછા બે ફેરફાર કરવા પડશે. ઓપનિંગ બેટસમેન શુભમન ગિલે પહેલી મેચમાં ડેબ્યૂ કયુ હતું. તે બંને મેચમાં ફેઈલ રહ્યો હતો. ગિલની છબિ તાબડતોબ રન બનાવનારા બેટસમેનની નથી. એવામાં તેની જગ્યાએ રિતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરી શકાય છે. રિતુરાજનું હાલનું ફોર્મ શાનદાર છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં ૬ ઈનિંગ્સમાં ૪ સદી ફટકારી હતી જેમાં ૨૨૦ રનની ઈનિંગ્સ પણ હતી.





ભારતીય ટીમનો મુખ્ય ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર બેન્ચ પર બેઠેલો છે. સુંદર નવા બોલથી સારી બોલિંગ કરી શકે છે. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અર્શદીપ સિંહના સ્થાને તેને તક આપી શકાય. અર્શદીપે બીજી મેચમાં પાંચ નો બોલ આપ્યા હતા. તેને કેપ્ટને માત્ર બે ઓવર નાખવા આપી હતી. અર્શદીપમાં મેચ પ્રેકિટસનો અભાવ દેખાઈ રહ્યો છે. આ તરફ સુંદર બોલિંગની સાથે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. કેપ્ટન હાર્દિક પણ બોલિંગ કરી રહ્યો છે. એવામાં ટીમની પાસે ફાસ્ટ બોલરના ત્રણ વિકલ્પ રહેશે.



ભારતે પ્રથમ ટી૨૦ છેલ્લા બોલે જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ પુણેમાં બીજી મેચમાં ૨૦૦ નથી વધુના ટારગેટને ચેઝ કરવામાં ભારતે લડત આપી હોવા છતાં પરાજય થયો હતો. પુનામાં ભારતની હારનું કારણ ખરાબ બોલિંગ રહી હતી. આ પરાજયમાંથી ભારતને ઘણું શીખવા મળ્યું છે. ભારતીય બોલર્સની ખરાબ લાઈન લેન્થ સાથેની બોલિંગનો શ્રીલંકાના બેટસમેનોએ ભરપૂર ફાયદો લીધો હતો. ઈજામાંથી કમબેક કરનાર અર્શદીપ સિંઘે બે ઓવરમાં પાંચ નો બોલ ફેંકયા હતા કુલ ૩૭ રન ખચ્ર્યા હતા જે ટી૨૦ ફોરમેટમાં કોઈપણ બોલર માટે કંગાળ દેખાવ હતો



અમારે સંયમ જાળવવો પડશે : રાહત્પલ દ્રવિડ
ભારતના મુખ્ય કોચ રાહત્પલ દ્રવિડે જણાવ્યું કે, યુવા ખેલાડીઓની કારકિર્દીમાં આવી મેચો આવે અને અમારે તેમની સાથે સંયમથી વર્તવું પડે છે, જો કે એ પણ સમજવું પડશે કે અને આ પ્રકારનું પ્રદર્શન ના થવું જોઈએ. તેઓ શીખી રહ્યા છે. આ કપં છે. આંતરાષ્ટ્ર્રીય ક્રિકેટમાં શીખવું સરળ નથી માટે જ અમારે સંયમ જાળવવો પડશે.


શું અર્શદીપને આરામ અપાશે ?
રાજકોટમાં ફાસ્ટ બોલર અર્શદીપને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે. પુણેમાં રમાયેલી બીજી ૨૦ મેચમાં તેણે નો બોલની હાર કરી દીધી હતી. જેના કારણે ટીમને હારને મોટું નુકશાન સહન કરવું પડું હતું. અર્શદીપે કુલ ૫ નો બોલ ફેંકયા હતા. આ મેચમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો. બીજી ૨૦ જીતીને શ્રીલંકાએ શ્રેણીમાં ૧–૧થી બરાબરી કરી લીધી હતી. મુંબઈમાં રમાયેલી મેચ ભારતે ૨ રને જીતી લીધી હતી. અર્શદીપ શ્રીલંકાની ઇનિંગની બીજી ઓવર નાખવા આવ્યો હતો. આ દરમિયાન કુસલ મેન્ડિસ તેની સામે હતો. તેણે પોતાના પ્રથમ પાંચ બોલમાં ૫ રન આપ્યા હતા. પરંતુ છઠ્ઠો બોલ નો બોલ નાખ્યો હતો. આ પછી તેણે સતત બે વધુ નો બોલ ફેંકયા હતા. આ રીતે અર્શદીપે નો બોલમાં હેટિ્રક ફટકારી હતી. આ વધારાના ત્રણ બોલમાં તેણે ૧૪ રન આપ્યા હતા. . આ દર્શાવે છે કે અર્શદીપના નો બોલની સમસ્યા આવે છે. તેની નબળાઈના કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડાએ ચિંતા વ્યકત કરી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન હાર્દિકે કહ્યું, તમારા માટે એક દિવસ સારો હોઈ શકે છે. એક દિવસ તમારા માટે ખરાબ હોઈ શકે છે. પરંતુ તમારે મૂળભૂત બાબતોથી દૂર ન જવું જોઈએ. આ સ્થિતિમાં અર્શદીપ માટે ઘણું મુશ્કેલ છે.



આ સ્ટેડિયમાં ૪ ટી–૨૦માંથી ભારતે ૩ મેચ જીતી છે
સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ૪ ટી૨૦માંથી ભારતે ૩ મેચ જીતી છે યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર છેલ્લી વખત ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં દક્ષિણ આફ્રિકા સામે ટી૨૦ મેચ રમી હતી જેમાં તેણે ૮૨ રને જીત મેળવી હતી. અગાઉ વર્ષ ૨૦૧૯માં ભારતે અહીં બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ આ મેદાન પર પ્રથમ વખત ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે.



અત્યાર સુધી આ મેદાન ભારત માટે લક્કી સાબિત થયું છે
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર પ્રથમ ટી૨૦ મેચ રમી હતી, ત્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવ્યું હતું. આ પછી વર્ષ ૨૦૧૭ની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. મેજબાન ટીમને કિવી ટીમએ ૪૦ રને પરાજય આપ્યો હતો.



આ મેદાનનો સૌથી વધુ ૨૦૨ રનનો રેકોર્ડ છે
પહેલા બોલિંગ–બેટિંગ લે અને એમાંથી કોણ જીતે છે?, તો રાજકોટમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમમાં ૨ મેચ જીતી છે યારે પહેલા બોલિંગ કરતી ટીમ પણ એટલી જ મેચમાં વિજયી રહી છે. આ મેદાન પર સૌથી વધુ કુલ ૨૦૨ રનનો રેકોર્ડ છે યારે ભારતે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે ૪ વિકેટ ગુમાવીને ૨૦૨ રન ફટકાર્યા હતો. અહીં સૌથી ઓછો સ્કોર ૮૭ રનનો રહ્યો છે અને જે કંઈક આ રીતનો છે કે, ભારતે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને પ્રોટીયાઝ ટીમને ડબલ ડિઝિટમાં અટકાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application