શહીદ દિન નિમિત્તે ખંભાળિયા સહિત જિલ્લામાં પાંચ સ્થળોએ વિનામૂલ્યે મેડિકલ કેમ્પ

  • March 22, 2023 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરોના દિન એવા શહીદ દિન નિમિત્તે આગામી ગુરૂવાર તારીખ ૨૩મી માર્ચના રોજ ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા ૫ ગામોમાં વિના મૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.



દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો સાથે સંચાલન સમિતિ દ્વારા આયોજિત આ મેગા મેડિકલ કેમ્પમાં ગુરુવારે સવારે ૯ વાગ્યાથી ૨ વાગ્યા સુધી વિવિધ પ્રકારના દર્દીઓના રોગોના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયામાં માનસરોવર કોમ્પ્લેક્સ પાસે આવેલી ડો. પી.વી. કંડોરિયાની જાણીતી દેવભૂમિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સલાયામાં ક્રિષ્ના હોસ્પિટલ, ભાણવડમાં મહાજન પાંજરાપોળ ગૌશાળા ખાતે, મોટા કાલાવડ ગામે આહીર સમાજની વાડી ખાતે તેમજ ભાણખોખરી ગામે પણ આહિર સમાજની વાડી ખાતે આ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે.


શહીદ દિન સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો જન્મદિવસ પણ હોય, જિલ્લામાં પાંચ સ્થળોએ મેડિકલ કેમ્પ સહિતના સેવા કાર્યો હાથ ધરાનાર છે. જેનો લાભ લેવા લોકોને સંચાલન સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application