ભાવનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જાહેર સ્થળો પર તિરંગા વિતરણ

  • August 14, 2023 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ,ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં "હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ  મુકેશભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભાવનગર શહેરના વિવિધ જાહેર સ્થળો પર "તિરંગા વિતરણ" કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ભાવનગર યુવા મોરચા પ્રભારી મનીષભાઈ સંઘાણી, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહીલ, શહેર મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ સોજીત્રા, નરેશભાઈ મકવાણા, શહેર મંત્રી અને યુવા મોરચા પ્રભારી જીતુભાઈ બોરીસાગર, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો અને કાર્યકર્તા મીત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application