સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર ડિમોલિશન; દબાણોનો ખાત્મો

  • February 21, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોર્ડ નં.૩માં રેલનગર નજીક મ્યુનિ.બુલડોઝર્સનો કાફલો ત્રાટક્યો: હવે ટૂંક સમયમાં જંકશન રોડનો વારો

જય અંબે કોમ્પ્લેક્ષ, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, રામ કોમ્પ્લેક્ષ, ચાણક્ય કોમ્પ્લેક્ષ, સાંઇનાથ કોમ્પ્લેક્ષ, સાનિધ્ય એપાર્ટમેન્ટ, હરીકૃષ્ણ એન્કલેવ, રવેચી હાર્ડવેર, ઇસ્કોન ફ્લેટ્સ, શિવાલય બિલ્ડીંગમાં દુકાનોના છાપરા-ઓટલા સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું: વિજિલન્સ પોલીસના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સાધુ વાસવાણી કુંજ મેઇન રોડ ઉપર ડિમોલિશન હાથ ધરીને દુકાનોના માર્જિન પાર્કિંગમાંથી છાપરા-ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને પાર્કિંગ પ્લેસ ખુલી કરાવાઇ હતી. હવે ટૂંક સમયમાં રેલવે જંકશન સ્ટેશન રોડ તેમજ જંકશન પ્લોટ મેઇન રોડ (બજાર વિસ્તાર) ઉપર માર્જિન-પાર્કિંગમાંથી છાપરા-ઓટલા સહિતના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.





વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે કમિશનર અમીત અરોરાના આદેશ અનુસાર તથા નાયબ કમિશ્નર ચેતન નંદાણીની અધ્યક્ષતામાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા તૈયાર કરાયેલા એક્શન પ્લાન અનુસાર




શહેરમાં દર સપ્તાહે કોઈ એક ઝોનના એક રાજમાર્ગ ઉપર વન વીક વન રોડ ઝુંબેશ હાથ ધરીને મુખ્યમાર્ગો ઉપર માર્જિન-પાર્કિંગની જગ્યામાંથી છાપરા, ઓટલા, રેલિંગ, ગ્રીલ, બેરીકેડિંગ જેવા દબાણો દૂર કરીને ઝીરો લેવલ પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે. વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સવારે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩ માં સમાવિષ્ટ રેલનગર નજીકના સાધુ વાસવાણી કુંજ મેઇન રોડ ઉપરથી ફૂટપાથ, માર્જિન પાર્કિંગ પ્લેસ તથા રોડમાં થયેલા દબાણો-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન કરાયું હતું જેમાં કુલ ૧૦ સંકુલોના દબાણ દુર કરી અંદાજે ૧૩,૪૫૫ ચોરસ ફૂટ પાર્કિંગની રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે જય અંબે કોમ્પ્લેક્ષ, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, રામ કોમ્પ્લેક્ષ, ચાણક્ય કોમ્પ્લેક્ષ, સાંઇનાથ કોમ્પ્લેક્ષ, સાનિધ્ય એપાર્ટમેન્ટ, હરીકૃષ્ણ એન્કલેવ, રવેચી હાર્ડવેર, ઇસ્કોન ફ્લેટ્સ, શિવાલય સહિતના સંકુલોના માર્જિન પાર્કિંગ માંથી છાપરા સહિતના દબાણો દૂર કરાયા હતા. આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર, સીટી એન્જીનીયર, ટાઉન પ્લાનીંગ સ્ટાફ, દબાણ હટાવ સ્ટાફ વિગેરે જોડાયા હતા. આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજિલન્સ પોલીસ બ્રાન્ચના સુરક્ષા અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application