દિલ્હી મેટ્રો બની રીલ સ્પોટ, અશ્લીલ કપડાં સાથે વિડીયો વાઇરલ થાય બાદ અન્ય યુવતોનો નવો કીમિયો, ભોજપુરી ગીતો સાથે....

  • April 07, 2023 01:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી મેટ્રોના અવારનવાર ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. દરરોજ હજારો લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદિત વિડીયો વાઇરલ થયો છે. 

જો કે, આ વખતે યુવતી બિકીનીમાં નહીં પરંતુ સાડીમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ સાડી પહેરેલી યુવતી ડાન્સ કરી રહી છે અને લોકો તેને આવતા-જતા જોઈ રહ્યા છે, પરંતુ તે તેનાથી બિલકુલ બેફિકર છે.

લાલ સાડીમાં યુવતીના ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાલ સાડી પહેરેલી યુવતી ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરનાર યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે 'યાર બહોતી હિમ્મત ચાહિયે કી મેટ્રો મેં ડાન્સ કરને કી.' ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ વીડિયો પર ખુલ્લેઆમ કોમેન્ટ કરી રહ્યા છે.

હાલમાં જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે બ્રેલેટ અને સ્કર્ટ પહેરીને મુસાફરી કરતી જોવા મળી હતી. યુવતીનું નામ રિધમ જણાવવામાં આવી રહ્યું છે. રિધમનો વીડિયો સામે આવતાની સાથે જ તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. હવે આ લાલ સાડી લેડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application