દયાની અરજીઓ પરના નિર્ણયમાં વિલંબ ફાંસીની સજાના હેતુને પડકારી રહ્યો છે : સુપ્રીમ કોર્ટ

  • April 14, 2023 09:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ દાયકા પહેલાના ફાંસી માંથી આજીવન કેદમાં બદલાયેલા કેસ મામલે ફરી સુપ્રીમની ટકોર 

નવી દિલ્હી :

ભારતમાં 2022માં ટ્રાયલ કોર્ટે 165 લોકોને ફાંસીની સજા સંભળાવી હતી. આ આંકડા છેલ્લાં 22 વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લાં 7 વર્ષના આંકડા મુજબ દર વર્ષે સરેરાશ 130થી વધુ લોકોને ભારતમાં ફાસીની સજા મળી છે. જો કે, છેલ્લાં 22 વર્ષમાં ભારતમાં ટ્રાયલ કોર્ટે કુલ 2045 લોકોને ફાંસી આપી છે, પરંતુ આ 22 વર્ષોમાં માત્ર 8 લોકોને જ ખરેખરમાં ફાંસી આપવામાં આવી છે.


આ 2045માંથી 91%થી વધુ લોકોને ફાંસીની સજામાં રાહત મળી ગઈ છે. 454 આરોપીઓને તો ફાંસીની સજા માંથી મુક્તિ મળી ગઈ છે. જો કે ટ્રાયલ કોર્ટમાં સજાથી લઈને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે દયાની અરજી દ્વારા મુક્તિ સુધીનો માર્ગ ખૂબ લાંબો હોય છે.


જે અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મૃત્યુદંડના કેદીઓ તેમની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવા માટે દયાની અરજીઓ પર નિર્ણય લેવામાં થઇ રહેલા અસાધારણ વિલંબનો લાભ લઈ રહ્યા છે, અને ફાંસીની સજાના હેતુને પડકારી રહ્યા છે.


જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની બેન્ચે રેણુકા અને તેની બહેન સીમાને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપ્યો હતો, બોમ્બે હાઈકોર્ટે ગત વર્ષે આ બન્ને બહેનોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હત્યારી બહેનો રેણુકા શિંદે અને સીમા ગાવિતનું ઘૃણાસ્પદ કૃત્ય ત્રણ દાયકા પહેલા આ મામલો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. બંને બહેનોએ 14 બાળકોનું અપહરણ કર્યું હતું અને તેમાંથી 9 બાળકોની હત્યા કરી હતી. વર્ષ 2001માં કોલ્હાપુરની કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને 2004માં હાઈકોર્ટે યથાવત રાખી હતી અને 2006માં SC દ્વારા તેમની અપીલને ફગાવી દેવામાં આવી હતી.


2013માં રાજ્યપાલ દ્વારા અને 2014માં રાષ્ટ્રપતિ દ્વારા તેમની દયાની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. તેમની દયાની અરજીઓનો નિર્ણય કરવામાં સાત વર્ષથી વધુ સમયના વિલંબને હાઇકોર્ટ દ્વારા માન્ય આધાર તરીકે લેવામાં આવ્યો હતો, જે SCના અનેક ચુકાદાઓ પર આધાર રાખે છે, જેમાં એક રાજીવ ગાંધીની હત્યાના દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગનો કેસ પણ શામેલ છે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, “દોષિતો દ્વારા કરવામાં આવેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે તેમને કોઈપણ માફી વિના તેમના બાકીના જીવન માટે જેલની સજા ભોગવવાનો આદેશ આપવો જોઈએ. જો આવો આદેશ પસાર કરવામાં આવ્યો હોત, તો તે કેસની તરફેણમાં હોત."

તેમની દલીલને સ્વીકારતા, બેન્ચે કહ્યું કે દોષિતો તેમની બાકીની જીંદગી માફી વિના જેલના સળિયા પાછળ વિતાવશે, પરંતુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તરફથી અયોગ્ય વિલંબનો લાભ મૃત્યુદંડના કેદીઓ લઇ રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application