રાજકોટમાં આજે બપોરે અઢી વાગ્યે મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલ બપોરના ૨:૩૦ વાગ્યાની સરખામણીએ સામાન્ય વધારે છે.ગઈકાલની માફક આજે પણ પ્રતિ કલાકના ૨૨ કીલોમીટરની ઝડપે લૂ ફકાઈ હતી અને ધૂળની ડમરી ઉડાડતા પવનો ફકાયા હતા.રાજકોટમાં મંગળવારનું મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી રહ્યું હતું. આજે તેની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શકયતા છે. સવારે લઘુતમ તાપમાનમાં એક સાથે બે ડિગ્રી જેટલો વધારો થતાં આજે મહત્તમ તાપમાન પણ વધારે ઐંચકાશે તેવું લાગતું હતું. ગઈકાલે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૨૪.૮ ડીગ્રી નોંધાયું હતું યારે આજે સવારે લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું
રાજકોટમાં હજુ આગામી તા.૨૫ સુધી ગરમીનું જોર રહેશે અને તે માટે હવામાન વિભાગ દ્રારા હિટવેવનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં સવારથી જ સુર્યદેવતા કોપાયમાન થઇ જતાં હોવાથી અને ૧૨ વાગ્યા સુધીમાં પારો ઘણો ઉંચે ચડી જતો હોય શેરી ગલીઓ સૂમસામ જોવા મળે છે. ધૂળની ડમરી ઉડાડતા પવનો ફુંકાતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હેરાન પરેશાન થાય છે. સાંજે ૭ વાગ્યા સુધી લુ પણ ફુંકાતી હોય છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આગામી તા.૨૪ પછી વાવાઝોડાની સિસ્ટમના કારણે વાતાવરણમાં ફેરફાર થાય અને ગરમીમાં થોડી રાહત મળે તેવી લોકોને આશા છે. રાજકોટની માફક સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના સેન્ટરોમાં પણ મહત્તમ તાપમાનનો પારો સામાન્યથી એકાદ દોઢ ડીગ્રી સુધી ઉંચકાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech