જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્રારા તા.૬ના મારી ઉણપ એ જ મારી તાકાત કાર્યક્રમ

  • August 02, 2023 04:46 PM 

ભાગવતાચાર્ય પ.પૂ. સતં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વિશેષ હાજરીમાં
જેડીએફ રાજકોટની ૨૦મી વર્ષગાંઠ પ્રસંગે આયોજન: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહાનુભાવો હાજરી આપશે: ફાઉન્ડેશનના સભ્યો આજકાલની શુભેચ્છા મુલાકાતે





જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્રારા આગામી ૬ ઓગસ્ટને રવિવારના સવારે ૧૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે મારી ઉણપ એ જ મારી તાકાત કાર્યક્રમ યોજાશે. ટાઈપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં પ્રખર ભાગવતાચાર્ય પ.પૂ. સતં ભાઈ રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે.





બે દિવસીય મેગા ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શક કેમ્પના ઉધ્ઘાટન સતં શિરોમણી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે રાજય સરકારના આરોગ્ય મંત્રી રૃષિકેશભાઈ પટેલ તથા રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ટાઈપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને .૨૫૦૦ની કિંમતની ડાયાબિટીસમાં ઉપયોગમાં લેવાની ઈન્સ્યુલીન સીરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ નિ:શુલ્ક આપશે. વધમાં બે દિવસીય ચેકઅપ કેમ્પમાં બાળકોની લાઈફ લાઈન ગણાતા ડો. નિલેશ દેત્રોજા, ડો પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. ઝલક શાહ, ડો. ચેતન દવે પોતાની અમૂલ્ય સેવા પ્રદાન કરશે.બધા જેડી બાળકો તેમજ તેમના વાલી માટે જમવાની વ્યવસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય દ્રારા કરવામાં આવેલ છે બંને દિવસનું મેડિકલ ચેકઅપનું સ્થળ અનંતજી વડનગરા નાગર બોડિગ, ટાગોર રોડ, રાજકોટ છે, સમય સવારે ૧૦ વાગ્યાનો છે.





જેડીએફ રાજકોટ દ્રારા યોજાનાર આ ડાયાબિટીસ અંગેના કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે મા. ડો. ભરતભાઈ બોઘરા (ઉપપ્રમુખ – ગુજરાત રાજય) રમેશભાઈ ટીલારા (ધારાસભ્ય – ગુજરાત રાજય) , ઇન્દુભાઈ વોરા (પ્રમુખ – અશોક ગોંધીયા મેમો. ટ્રસ્ટ) , મા. શંભુભાઇ પરસાણા(અગ્રણી ઉધોગપતિ – પ્રશાંત કાસ્ટિંગ) , યોગેશભાઈ લાખાણી (સીનિયર એડવોકેટ – અમદાવાદ) ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી – ગુજરાત રાજય) , મા. ડો. પ્રદિપભાઈ ડવ (મેયર – ) , મુકેશભાઇ શેઠ (અગ્રણી બિલ્ડર – શેઠ બિલ્ડર્સ) , મનીષ માડેકા (ચેરમેન શ્રી – રોલેક્ષ રીંગ્સ લિ.) , માનટુભાઇ શાહ (જૈન શ્રેી, અગ્રણી ઉધોગપતિ) , મા. ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય – ગુજરાત રાજય) , આનંદભાઈ પટેલ (કમિશનર – ) , પરેશભાઈ ગજેરા (પ્રમુખ – રાજકોટ બિલ્ડર્સ એસો.) , પ્રતાપભાઈ પટેલ (અગ્રણી દાતા, ટર્બેા બેરિંગ) , રમેશભાઈ પટેલ (અગ્રણી ઉધોગપતિ – પટેલ બ્રાસ) , ઉદયભાઈ કાનગડ, (ધારાસભ્ય શ્ગુજરાત રાજય) , મુકેશભાઇ દોશી (પ્રમુખ શ્રી–રાજકોટ શહેર ભા.જ.પ.) , રાજુભાઇ પોબા (પ્રમુખ – લોહાણા મહાજન) , નિલેશભાઈ વાધર (મીરેકલ ઇલે. ડીવાઇસીસ પ્રા.લિ. – બેંગલોર) , ભવાનભાઇ રંગાણી (અગ્રણી બિલ્ડર – બેકબોન ગ્રુપ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુ પાડશે. આજકાલની શુભેચ્છા મુલાકાતે સંસ્થાના અપુલ દોશી, અનિશ શાહ, રોહિત કાનાબાર હરિકૃષ્ણ પંડા ,અમિત દોશી, અજય લાખાણી, મિતેશ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા.




દેશનું પ્રથમ જુવેનાઇલ ડાયાબિટીસ એયુકેશન અને રિસર્ચ સેન્ટર રાજકોટમાં બનશે
આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે રાજકોટ કોર્પેારેશન પાસે એક મહિના પહેલા ડાયાબિટીસ એયુકેશન સેન્ટર માટે જગ્યા પાડવામાં આવે આ બાબતનો કોર્પેારેશનના પદાધિકારીઓએ સ્વીકાર કરી લીધો છે અને જગ્યા ફાળવવા માટે તૈયારી બતાવી છે યાં આગામી ત્રણ વર્ષમાં દેશનું પ્રથમ જુવેનાઇલ ડાયાબિટીસ એયુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માટે ફાઉન્ડેશન દ્રારા દાતાઓની મદદથી અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. આ એયુકેશન સેન્ટરમાં ડાયાબિટીસ માટે શિક્ષણ અને કઈ રીતે જુવેનાઇલ ડાયાબિટીસથી બચી શકાય અને આવ્યા પછી તેની કઈ રીતે સંભાળ લેવાય તે સહિતની નાનામાં નાની બાબત અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ ઉપરાંત કલીનટન ફાઉન્ડેશન યુએસ અને જે.ડી.એફ. ઓસ્ટ્રેલિયાએ રાજકોટ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન સાથે ટાયપ કયુ છે તેમના દ્રારા અહીં રિસર્ચ સેન્ટર શ કરવામાં આવશે આગામી તારીખ ૨૧ ઓગસ્ટના રોજ આ ટીમ અમદાવાદ ખાતે આવી રહી હોય ત્યાં આ મિટિંગમાં આ સેન્ટર માટેનો પ્લાન ઘડવામાં આવશે.




સોનુ સુદ ટૂંક સમયમાં રાજકોટના જુવેનાઇલ ડાયાબિટીસ બાળકોને મળવા આવશે

જાણીતા ફિલ્મ અભિનેતા સોનુ સુદ રાજકોટ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની કામગીરીથી ભારે પ્રભાવિત થયા છે અને તેમને રાજકોટના આ બાળકોને મળવા માટેની તૈયારી બતાવી છે. આગામી ટૂંક સમયમાં તેઓ રાજકોટના ડાયાબિટીસ બાળકોને મળવા આવશે અને તેમના માટે આર્થિક સહયોગ કરવા માટે પણ તેમને ખાતરી આપી છે. આગામી તારીખ ૬ ઓગસ્ટ ના રોજ સંસ્થાના યોજનાર કાર્યક્રમમાં જ સોનુ સુદ હાજરી આપવાના હતા પરંતુ તેમના નિર્ધારિત વિદેશ પ્રવાસના લીધે તેમને અપૂલભાઈ દોશી અને ફાઉન્ડેશનના સભ્યોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે, આગામી દિવસોમાં તેઓ રાજકોટના આ બાળ સભ્યોને મળવા માટે આવશે અને તેમના માટે જે કઈં પણ જરિયાત હશે તેવો પૂરી પાડશે તેવી તેમને ખાતરી આપી છે આ ઉપરાંત સુપ્રસિદ્ધ અભિનેત્રી જુહી ચાવલા એ ડાયાબિટીસ ફાઉન્ડેશન ની મદદ માટે ખાતરી આપી અને તેણીએ પર આ બાળકોને મળવા માટે સહમતિ આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application