ભગવાન ભોળાને ચંદ્રયાનનો શણગાર : રાજકોટના આ મંદિરમાં દર્શનાર્થે જામ્યો ભક્તોનો જમાવડો

  • September 05, 2023 12:09 PM 

ભગવાન ભોળાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. આ સાથે ભક્તો પણ ભગવાન શિવની ભક્તિમાં લીન બની ગયા છે. હાલમાં જ ચંદ્રયાન 3ની ભવ્ય સફળતા બાદ રાજકોટમાં એરપોર્ટ રોડ પર ભગવાન શિવને ચંદ્રયાનનું શણગાર કરવામાં આવ્યું હતું.


પવિત્ર શ્રાવણ મહિનાનો ગઇકાલે ત્રીજો સોમવાર હતો અને ત્યારે મહાદેવને એક વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જે ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મહાકાલેશ્વરનું આ મંદિર 40 વર્ષ જૂનું છે અને 19 વર્ષથી અહીંયા મહાદેવને તહેવાર દરમિયાન અલગ અલગ શણગાર કરવામાં આવતા હોય છે. ત્યારે ગઇકાલે સોમવાર નિમિતે ચંદ્રયાનના શણગાર સાથેના અદભુત દર્શન માણવા ભોળાના ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application