દુનિયાભરમાં ઘટી રહી છે ડીઝલની ડિમાન્ડ, વૈશ્વિક મંદીનો સંકેત?

  • April 18, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચીનમાં દોડતી ટ્રકોની સંખ્યા ઘણી ઘટી ગઈ : અમેરિકામાં ડીઝલની માગમાં 2 ટકાનો ઘટાડો




૨૦૨૩માં વૈશ્વિક મંદી આવશે તેવી ભવિષ્યવાણી થઇ હતી અને હવે તેના સંકેત મળવાના શરૂ થઈ ગયા છે. ગ્લોબલ ડીઝલ માર્કેટ માં આર્થિક સુસ્તીના સંકેત દેખાઈ રહ્યા છે. ગત સપ્તાહોમાં ચીનમાં હાઈવેઝ પર દોડતી ટ્રકોની સંખ્યામાં ઘણો ઘટાડો આવ્યો છે. યુરોપમાં ક્રૂડ ફૂચર્સ માટે ડીઝલનું પ્રીમિયમ એક વર્ષ કરતા વધુના નિચલા સ્તરે આવી ગયું છે. એસએન્ડપી ગ્લોબલ આઈએનસીએ જણાવ્યું કે, અમેરિકામાં વર્ષ 2023માં ડિમાન્ડ 2 ટકાના ઘટાડાના રસ્તે ચાલી રહી છે. જો, 2020ની કોરોના મહામારીનો સમય છોડી દઈએ તો 2 ટકાનો ઘટાડો, 2016 પછી અમેરિકાના ડીઝલ વપરાશમાં સૌથી મોટો ઘટાડો હશે.




અમેરિકામાં એસએન્ડપીના ચીફ (ફ્યૂલ્સ એન્ડ રિફાઈનિંગ) દેબનિલ ચૌધરીએ કહ્યું કે, '2008-09ના નાણાકીય સંકટ અને મહામારીને છોડી દઈએ તો અમે તેને છેલ્લા ઘણા વર્ષોનો સૌથી ખરાબ આર્થિક સમય માની રહ્યા છીએ.' હેવી મશીનરી ફ્યુલની માંગ, જે કોમર્શિયલ ટ્રકોમાંથી લઈને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ સુધીને પાવર આપે છે, દુનિયાની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓમાં નબળી રહી છે. તેને નબળી ઔદ્યોગિક ગતિવિધિ અને ઓછા ઉપભોક્તા ખર્ચના શરૂઆતના સંકેતોના રૂપમાં જોવામાં આવ્યું. તેણે મંદી પર નજર રાખનારાઓને હાઈ એલર્ટ કરી દીધા છે.




અમેરકામાં નેશનવાઈડ ઈકોનોમિક્સના એક સીનિયર અર્થશાસ્ત્રી બેન આયર્સે કહ્યું કે, 'ડીઝલ ડિમાન્ડ વ્યાપક વિકાસ માટે એક પ્રમુખ સંકેતના રૂપમાં કામ કરે છે. તેનું ઘટવું જણાવી રહ્યું છે કે, લોકો ઓછો ખર્ચ કરી રહ્યા છે.' તેમણે કહ્યું કે, 'ડીઝલની ડિમાન્ડમાં અપેક્ષિત ઘટાડો ગ્લોબલ ઈકોનોમીમાં મંદીના જોખમને વધારી રહ્યો છે.'




અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આગામી વર્ષે અમેરિકામાં મંદી આવવાની 65 ટકા શક્યતા છે. તો, યુરોમાં મંદી આવવાની 49 ટકા શક્યતા છે. ચીનમાં આ જોખમ ઓછું છે. પરંતુ, આ દેશને કોવિડ-19ના પ્રતિબંધોની અસરમાંથી બહાર આવવા માટે હજુ ઘણો સુધારો કરવાની જરૂર છે.



ડીઝલની ડિમાન્ડમાં મોટાભાગનો ઘટાડો ટ્રકો સાથે જોડાયેલો હોઈ શકે છે. તે ચીનમાં 60 ટકા અને અમેરિકામાં 70 ટકા ડીઝલ કન્ઝ્યૂમ કરે છે. 9 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ચીનના હાઈવેઝ પર ચાલતી ટ્રકોની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. ચીનના પરિવહન મંત્રાલયના આંકડા પરથી આ જાણકારી સામે આવી છે. એક ખાનગી સર્વે મુજબ, ડિમાન્ડમાં આ ઘટાડો માર્ચમાં ચીનની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ ઘટ્યા બાદ સામે આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application