મીઠાપુર ટાટાની ડી.એ.વી સ્કૂલના બાળકો દ્વારા બહુરંગીય કાર્યક્રમ

  • January 04, 2023 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મીઠાપુર ગામ માં આવેલ ટાટા કેમિકલ્સ કંપની સંચાલિત અંગ્રેજી મીડિયમ સ્કૂલ ડી.એ.વી. ના એલ.કે.જી.થી ધોરણ ૧૦ સુધી ના બાળકો દ્વારા ત્રીજો મલ્ટી ડાયમેન્શનલ કાર્યક્રમ-પ્રદૂષણ બચાવવાના શુભ સંદેશ માટે અલગ અલગ પ્રકાર ના પ્રોજેકટો દ્વારા મનાવવા માં આવેલ 



જે અંગે ની વધુ વિગત મુજબ તાલુકા ની એક માત્ર ટાટા કંપની સંચાલિત ડી.એ.વી સ્કૂલ કે જેમાં કંપની ના ઓફિસર-લેબર-કોન્ટ્રાકટર-તેના લેબર થી લઈ વ્યાપારીઓ ના બાળકો પ્લે હાઉસ થી ધોરણ ૧૨ સુધી નો અભ્યાસ મેળવે છે અને અંહી પાયા નું શિક્ષણ લીધા બાદ કઇંક કેટલાય ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ અને સ્કૂલ નું નામ રોશન કરી રહ્યા છે ત્યારે આ સ્કૂલ અંગે ની વધુ વિગતો આપતા પ્રિન્સિપાલ શ્રી આર. કે. શર્મા દ્વારા જણાવાયેલ કે સ્કૂલ માં બાળકો ને ફક્ત શિક્ષણ સિવાય ની સમાજ ની અન્ય પ્રવૃતિઓ પ્રત્યે પણ જાગૃત થવા તરફે ધ્યાન આપવામાં આવે છે અને તેનું ઉદાહરણ આજ સ્કૂલ ના બાળકો એ પોતાને એક સપ્તાહ ના મળતા ક્રિસમસ વેકેશન નો આનંદ ઘર માં કુટુંબ સાથે હરવા-ફરવા માં વિતાવવા ના બદલે સમાજ ને પ્રદૂષણ પ્રત્યે જાગૃત કરવાના ઈરાદા સાથે અંહી મલ્ટી ડાયમેન્શનલ કાર્યક્રમ-ફૂડ સ્ટોલ નો આનંદ મેળો  યોજી મનાવ્યો છે જેમાં સર્વે શિક્ષકોએ પણ વિધ્યાર્થીઓ ને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી આ કાર્ંયક્ર્મ અને અનેરો રૂપ-રંગ આપલે છે જે સરહાનીય છે. 



સ્કૂલ ગ્રાઉન્ડ માં આજ બે દિવસ ના કાર્યક્રમ માં સ્કૂલ ના ક્લાસ એલ.કે.જી. થી ધોરણ ૧૦  સુધીના બાળકો એ આલગ-અલગ પ્રકાર ના સાયન્સ-સામાજિક-ઐતિહાસિક-ભૂગોલિક- જ્ઞાન વર્ધક પ્રોજેક્ટ બનાવી સમગ્ર તાલુકા ની પ્રજા નું ધ્યાન ખેંચેલ જેમાં પણ મુખ્ય ઉદેશ આ પ્રોગ્રામ અને પ્રોજેક્ટ જોવા આવનાર પ્રજાને પ્રદૂષણ ફેલાતું અટકાવવા નો શુભ સંદેશો આપવા ના હેતુ માટે પ્રદૂષણને સબંધિત કઇંક કેટલાય પ્રોજેકટો બનાવેલ જે અંગે માહિતી આપતા ક્લાસ ૬ ના વિધ્યાર્થી શ્રી કાવ્ય ધોકાઈ અને ક્લાસ ૮ ની વિધાઁથીની મેનસી ઝાખરીયા એ જણાવેલ કે અમો આ પ્રોજેકટો  દ્વારા આપણાં સમાજ ને અને અમારા માતા-પિતા ને ફક્ત અને ફક્ત એટલો સંદેશો આપવા માંગી એ છીએ કે અમારા માટે કોઈ મિલકત નહીં મૂકી જાઓ તો ચાલશે પરંતુ પ્રદૂષણ ફેલાવી ને જશો નહિ  કારણ કે જો હવે પ્રદૂષણ પર ધ્યાન નહિ આપવામાં આવે તો આવનારી દુનિયા અમારી હશે જ નહિ કારણ કે અમો પણ નહિ હોઈએ. ત્યારે આ સંદેશો ખરેખર અત્યાર ના સમય ની માંગ જેવો બની રહેલ હોય તેમ અંહી આવનારા પ્રજાજનો એ પણ બાળકો ની આ વાત જાહેર માં સ્વીકારી સર્વે ને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. 


આ પ્રસંગે બાળકો ને પ્રોત્સાહિત કરવા ખાશ હાજર રહેલ ટાટા કંપની ના વાઇસ પ્રેસિડેન્ટ એન. કામથ દ્વારા બાળકો ના આજના આ કાર્યક્રમ ને બિરદાવતા જણાવેલ કે આપે અમારી સ્કૂલ માં અભ્યાસ કરી અમારી કંપની નો હેતુ જે ઇકો ફ્રેન્ડલી સોસાયટી બનાવવાનો છે તેને સાર્થક કરવામાં સ્પોર્ટ કર્યો છે જે ખરેખર આવકારદાયક છે અને આપનો આ સંદેશ આપણાં ગામ-તાલુકા-જિલ્લા-રાજ્ય-દેશ માં નહિ પણ સમગ્ર વિશ્વ માં પ્રસરે અને આપ અને આવનારી પેઢી ને માટે સલામત હેલ્ધી લાઈફ રહે તેવું કાર્ય આજ આપ સર્વે કર્યું છે જે અમારા માંતે ગર્વ ની વાત છે ત્યારે આ કાર્યકર્મ ને સફળ બનાવવામાં જે કોઈ નામી અનામી વ્યક્તિઓ એ સીધો આડકતારો સાથ સહકાર આપેલ છે તે આવકારદાયક છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application