દરેડ સરકારી શાળામાં વાહકજન્ય રોગો, ટીબી (ક્ષય) અને તમાકુ  નિયંત્રણ અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

  • July 31, 2023 06:15 PM 

દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમમાં ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓને રોગોથી કયા પ્રકારે રક્ષણ મેળવવું તે અંગે માહિતગાર કરાયા

જામનગર તા.૩૧ જુલાઇ, જામનગરના દરેડ મસીતીયા રોડ પર આવેલ સરકારી માધ્યમિક શાળામાં દરેડ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ તેમજ ક્ષય અને તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. 

વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફા સાથે લોહી આવવુ, વજન ઘટી જવો જેવા ટીબી રોગના લક્ષણો હોય અને તેની તપાસ કઈ રીતે કરાવવી, દર્દીને શું કાળજી રાખવી જોઈએ, ટીબી અટકાવવા માટે શું કરવું જોઈએ, ટીબીનું નિદાન, તપાસ અને સારવાર તમામ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે.અને સરકાર દ્વારા ટીબીના દર્દીઓને નીક્ષય પોષણ યોજના હેઠળ રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી બાદમાં ટીબી મુક્ત જામનગર થાય એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ વાહકજન્ય રોગો મલેરીયા અને  ડેન્ગ્યું વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં પાણીના બિનજરૂરી પાત્રો, નાળિયેરની કાચલી, પક્ષી કુંજ, ફ્રીઝની ટ્રે જેમાં બિન જરૂરી પાણી હોય તો તેમાં મચ્છર ઈંડા મૂકતા હોવાથી આવા પાત્રોમાં પાણી ભરીને ન રાખવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમાકુ નિયંત્રણ વિષે ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી તમાકુથી થતા નુકશાન વિષે સમજાવી તમાકુ ન લેવા અંગે વિદ્યાર્થીઓને શપથ લેવડાવા માં આવ્યા હતા. 


આ કાર્યક્રમમાં ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ  પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના   હેલ્થ સુપર વાઈઝર પંડ્યાભાઈ અને હેલ્થ કાર્યકર હમીરભાઈ ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ જાગૃત્તતા માટે પત્રિકાઓ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ડાકી અને શિક્ષકો દ્વારા આ જાગૃતિ કાર્યક્રમને સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમો શાળાઓમાં યોજવામાં આવે તે અંગે આવકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application