કાજલી સોનારિયા સહિતના ગામોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન

  • July 20, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકાના કાજલી સોનારીયા ગામે ગતરાત્રીના ત્રણ કલાક ના અરસામાં હિરણ નદી મા ડેમ ના દરવાજા ખોલી નાખતા જોરદાર પાણી આવેલ અને રાત્રે ત્રણ કલાક ના અરસામાં લોકો સુતા હતા તે સમયે ધસમસતુ પાણુ આવતા લોકો મા બુમા બુમ થયેલ અને બચાવો ના પોકારો થયેલા અને આ પુર ના પાણી લોકો કાઇ સમજે વિચારે ત્યાં તો ધરો મા ધુસી ગયેલ અને ધર વખરી ની સાથે ટીવી ફ્રીઝ ધરધનટી સહિત ધરવખરી પલળી ગયેલ કાજલી નદી ના પટ મા હાઈવે રોડ ઉપર આવેલ સોસાયટી મા વ્યાપક નૂકશાન થયેલ છે તેમજ કાજલી વાડી વિસ્તાર મા જમીન નુ મોટા પ્રમાણમાં ધોવાણ થયેલ છે
​​​​​​​
    સોનારીયા ગામ મા વાડી વિસ્તાર જે ખેડૂતો વસવાટ કરે છે તેમના ઢોર અને ધરવખરી ને નુકસાન થયેલ છે સોનારીયા ગામ મા હાંડી વિસ્તાર વણકર વાસ અને કુંભાર સમાજ જ્યાં નિચાણવાળા વિસ્તારોમાં રહે તેમના ધરોમા આઠ થીં દશ ફુટ પાણી ભરાયાં હતાં અને લોકો ચાલુ વરસાદમાં પોતાનો જીવ બચાવવા અગાસી મા રાત્રી વિતાવેલ અને ધર ની તમામ સામગ્રી પલળી ગયેલ આ બાબતે કાજલી ગામ ના સરપંચ મેરગભાઇ બારડ દ્વારા જણાવાયું કે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વ કરી અને ધરવખરી મા થયેલ નૂકસાની અને ખેતી વાડી મા ધોવામ નુ સર્વ કરી અને સહાય ચુકવવા માગણી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application