દીકરીને જન્મદિવસ પર પપ્પાએ આપી અનોખી ભેટ, ચંદ્ર પર ખરીદી જમીન

  • August 09, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક પિતાએ પોતાની પુત્રીને તેના જન્મદિવસ પર આવી ભેટ આપી, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પુત્રીના 18માં જન્મદિવસ પર પિતા અમિત શર્માએ તેના માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. અમિત શર્મા હિમાચલ પ્રદેશના હમીરપુર શહેરના રહેવાસી છે. તે જ સમયે, પુત્રી તનિષા તેના પિતાની આ સરપ્રાઈઝ ગિફ્ટ પર ખૂબ જ ખુશ છે. આ મહિનાની 8 ઓગસ્ટે તનિષાનો જન્મદિવસ હતો.

તનિષાને ખુદને ખાતરી નહોતી કે તેના પિતા આ વખતે તેના જન્મદિવસ પર તેને આવી ભેટ આપશે. વાસ્તવમાં, અમિત કુમારે ચંદ્ર પર તેમની પુત્રી માટે એક હેક્ટર જમીન ખરીદી છે. જમીનની ખરીદી માટે તેણે લુના સોસાયટી ઈન્ટરનેશનલ ઓફ લાન્સ એન્જલસ, યુએસએનો સંપર્ક કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન ખરીદવા માટે અમિતને 300 ડોલરનો ખર્ચ કરવો પડ્યો હતો.

અમિતના કહેવા પ્રમાણે, આ વર્ષે તનિષા તેના જન્મદિવસ પર ઘરે હાજર ન હતી કારણ કે તે ચંદીગઢમાં અભ્યાસ કરી રહી છે. પણ, દીકરીને કંઈક ભેટ આપવાની હતી. તેથી જ એવી ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે, જેને જોઈને તેને પણ ગર્વની લાગણી થશે. હવે જ્યારે પણ તે ચંદ્રને જોશે ત્યારે ચોક્કસ કહેશે કે મારી જમીન પણ ત્યાં છે.

અમિત શર્માના મતે ચંદ્ર પર જમીન ખરીદવી એટલી સરળ નથી. આ માટે તેણે 4 જુલાઈએ જ લુના સોસાયટી ઈન્ટરનેશનલને અરજી કરી હતી. આ માટે લુના સોસાયટીને ઈમેલ મોકલવામાં આવ્યો હતો અને પૈસા પણ ઈમેલ દ્વારા જ મોકલવામાં આવ્યા હતા. જોકે, વકીલ અમિતે આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં લોકો ચોક્કસપણે ચંદ્ર પર જશે અને ત્યાં રહેવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં તેમની પુત્રી પણ પોતાની જમીન પર સરળતાથી ઘર બનાવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application