કોડીનારના માઢવાડ બંદરે દરિયામાં ભારે પવન સાથે કરંટ

  • November 27, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થયું છે. ગાજવીજ અને કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ દોઢ ઈંચ જેટલો પડી ચુક્યો છે.ખાસ કરીને ગીર સોમનાથના દરિયા કિનારા પર ભારે પવન સાથે તોફાન સર્જાયું હતું.કોડીનારના માઢવાડ બંદરે લાંગરેલી બોટ ઊંઘી વળી જવા પામી હતી તો અન્ય બોટોને ખેંચી અને કિનારા પર લાવવામાં આવી હતી. માછીમારોમાં ભય વ્યાપ્યો હતો કે ક્યાંક આ ભારે પવન સાથેનો વરસાદ વાવાઝોડું ન સર્જે.! થોડો સમય તો એવું વાતાવરણ સર્જાયું હતું કે હમણાં જ ભયાનક વાવાઝોડું ત્રાટકશે.માછીમારોને થોડા સમય માટેતો પોતાના મકાન ખાલી કરવાનો ભય સતાવી રહ્યો હતો.દરિયામાં ભયંકર ઊંચા મોજા ઉછળી રહ્યા હતા.ઘડી ભર તો માઢવાડ બંદર પર દહેશતનો માહોલ ફેલાયો હતો.ગીર સોમનાથના દરિયા કિનારા પર સાંજના સમયે પણ કમૌસમી વરસાદ ખાબક્યો હતો.સાંજના સમયે ફરી એકવાર દરિયા કિનારા પર માવઠાનો માર લાગ્યો હતો.
​​​​​​​
કોડીનારના છારા, સરખડી, માલશ્રમ, બાવાના પીપળવા, વેલણ સહિતના ગામોમાં વરસાદ ફરી ત્રાટક્યો હતો.માઢવાડ બંદર ખરવા સમાજનાં પૂર્વ પટેલ દીનેશભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે આજે જે અચાનક હવનમાં પલટો આવતા દરિયાનું જે રુદ્ર સ્વ‚પ જોયું આવું ‚દ્ર સ્વ‚પ વાવાઝોડા સમયે તેમજ ચોમાસામાં ભારે આગાહી સમયેજ જોવા મળે છે. આજે અચાનક શ‚ થયેલા ભારે પવન અને દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોતા બે કલાક નો સમય મોત સામે જોયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application