બિલ્ડર લાડાણીને ૧.૧૯ કરોડનો દંડ

  • September 11, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી બિલ્ડર દિલીપ લાડાણીની ગેલેકસી ગાર્ડન નામની સાઇટ પર પૂર્વ મંજુરી વિના થયેલા ખનીજ ખોદકામને લઇને ખાણ ખનીજ વિભાગ દ્રારા બિલ્ડર લાડાણીને ૧,૧૯,૧૪,૪૫૨ રૂપિયાનો દડં ફટકારતી નોટીસ આપવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચી ગયો છે. જો બિલ્ડર દ્રારા આ રકમ ભરવામાં ન આવે તો ખાણખનીજ વિભાગ દ્રારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે તેવું ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળે છે.


પ્રા વિગતો મુજબ મવડી ટીપી સ્કીમ સર્વે નં.૨૫૩માં ગેલેકસી ગાર્ડન રેસીડેન્સીયલ નામની નવી સાઇટ (બિલ્ડીંગ ટાવર) ઉભા થઇ રહ્યા છે. આ માટે બેઝમેન્ટ કરવા માટીનું ખાનીજ ખોદકામ ચાલુ કરાયું હતું. ભુસ્તરશાક્રની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા રાજકોટ વિભાગની કોઇપણ પૂર્વ મંજુરી લેવામાં આવી નહોતી. ખનીજ ખાતાના ચેકિંગ દરમિયાન મંજુરી વિના થયેલું ખોદકામ ઝડપાયું હતું. બેઝમેન્ટ માટે કરાયેલા ખોદકામની ઉંડાઇ અને ચોરસ મીટર એરીયાની માપણી થઇ હતી. જે મુજબ ૪૮,૪૪૮ મે.ટનથી વધુ સાદી માટીનું ખનન થયું હતું.


હજારો મે.ટન માટીનું ખનન થતાં અને આ ગેરરીતિ પકડાતા ઇન્ચાર્જ ભુસ્તરશાક્રી જે.એસ.વાઢેર દ્રારા નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં માટી ખોદકામની ૮૪,૮૫,૪૨૭ની પેનલ્ટી તેમજ પર્યાવરણ નુકસાનીના વળતર પેટે ૩૪,૭૯,૦૨૫ રૂપિયા મળી કુલ ૧,૧૯,૬૪,૪૫૨ રૂપિયા ભરપાઇ કરવા જણાવાયું છે.નોટીસમાં ગેલેકસી ગાર્ડન રેસીડેન્શીયલ સાઇટના ભાગીદારો સંજયભાઇ મગનભાઇ વારસડા, મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, વિનેશકુમાર બાબુલાલ પટેલ, પંકજભાઇ મગનભાઇ વારસડા અને બેઝમેન્ટ ખોદકામનું કામ રાખનાર પ્રવિણભાઇ સેંગલીયાનો નામ ઉલ્લેખ કરાયો છે. આ નોટીસની નકલ રાજકોટ મહાપાલિકાના કમિશનરને પણ મોકલાવવામાં આવી છે. નોટીસમાં કરાયેલા ઉલ્લેખ મુજબ આ નાણા ભરવા માટે સેહમત છો કે કેમ ? જે અંગે લેખીતમાં જરૂરી આધાર પુરાવા અને વિગતો સાથે હાજર રહેવા જણાવાયું છે. નોટીસમાં ટંકાયેલી જોગવાઇ મુજબ જો ઉલ્લંઘન કરવામાં આવે તો ફોજદારી રાહે ફરિયાદ સાથે બે વર્ષ સુધીની કેદની જોગવાઇ હોવાનું જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application