૧ વર્ષ, ૨૧ મિટિંગ, ૬૮૯ ઠરાવ, ૧૨૮૮ કરોડના કામ મંજૂર

  • September 12, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયમીનભાઇ ઠાકરનો એક એક વર્ષનું યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે કરેલી કામગીરીની વિગતો આજે પત્રકારો સમક્ષ જાહેર કરી હતી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સહિતનો સૌનો આભાર વ્યકત કર્યેા હતો. આ તકે તેમણે રાજકોટના વિકાસની આગેકુચ જારી રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યકત કર્યેા હતો. છેલ્લા એક વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે જયમીનભાઇ ઠાકરએ કુલ .૧૨૮૮ કરોડના વિકાસકામો મંજુર કર્યા છે.
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાય સરકારના અવિરત સહયોગ અને માર્ગદર્શન સાથે રાજકોટનો ખુબ ઝડપી અને સવાગી વિકાસ થઇ રહયો છે. જયમીનભાઇ ઠાકરનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.૧૨–૯–૨૦૨૩ થી શ થયેલ એક વર્ષનો કાર્યકાળ યશસ્વી રીતે પૂર્ણ થયેલ છે, જેમાં એક વર્ષમાં અભૂતપૂર્વ .૧૨૮૮ કરોડના વિકાસ કામો સહિત પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે.
વિશેષમાં આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે ગત એક વર્ષ દરમ્યાન શહેરીજનોના વિશાળ હિતમા સ્ટેન્ડિંગ કમિટી દ્રાર મહત્વના નિર્ણયો કરી મહત્વાકાંક્ષી પ્રોજેકટસ હાથ ધરાયા છે તેમજ લોકોપયોગી યોજનાઓ અમલી કરાઇ છે.
સૌપ્રથમ વખત અમલી બનાવેલ લોકભોગ્ય યોજનાઓની આછેરી ઝલક.....
ઙ લાઇબ્રેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ અંતર્ગત બજેટમા મંજુર કરવામા આવેલ અને જે અંતર્ગત ચેરમેન,સ્ટે. કમિટી, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વયસ્ક નાગરીકો(સીનીયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમા પુસ્તકનુ સભ્યપદ ફ્રી(મફત) આપવાની જાહેરાત કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં પુસ્તકનુ સભ્યપદ ફ્રીમાં આપવાની યોજનાનું અમલીકરણ તાત્કાલિક ધોરણે શ કરાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સબંધીત અધિકારીઓને આ મીટીંગમાં સમીક્ષા કરી જરી સુચના આપી યોજનાનું ત્વરિત અમલીકરણ કરાવ્યું હતું.
ઙ આવી જ એક અન્ય યોજનાના અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ના અંદાજપત્ર અંતર્ગત વરિ નાગરિકો(સિનિયર સિટીઝન), થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત તેમજ દિવ્યાંગોની ૨૧ કેટેગરીમાં સમાવિષ્ટ્ર નાગરીકોને સીટી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમ્યાન જરી સુચનાઓ આપી સફળ અમલવારી કરાવી છે.
ઙ સ્ટે. કમિટી દ્રારા બજેટમાં મંજૂર થયેલ સૌથી મહત્વની યોજનાઓ પૈકીની કોર્પેારેટરશ્રીઓને પોતાના વોર્ડમાં ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની વાર્ષિક ગ્રાન્ટ . ૧૫,૦૦,૦૦૦માં ૫,૦૦,૦૦૦ નો વધારો કરી, ચાલુ બજેટથી આ ગ્રાન્ટ ૨૦,૦૦,૦૦૦– પ્રતિ કોર્પેારેટર દીઠ ફાળવવામાં આવેલ છે. તેમજ મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ ૬,૦૦,૦૦૦થી વધારી ૮,૦૦,૦૦૦, ડેપ્યુટી મેયર, સ્ટે કમિટી ચેરમેનને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ ૪,૫૦,૦૦૦થી વધારી ૬,૦૦,૦૦૦ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત ૧૫,૦૦,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા અમલી કરાઇ છે.
ઙ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ માં પિયા ૪૨,૦૦,૦૦૦– ની જોગવાઈ કરવામાં આવેલ છે, જેની અમલવારી તુરત જ શ કરી દેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ રીવ્યુ મીટીંગ દરમ્યાન શાસનાધિકારીશ્રીને સુચના આપી યોજના અમલી બનાવેલ. જેમાં, ગત વર્ષ સુધી કન્યા દિઠ વાર્ષિક કુલ .૩૬૫ જમા થતા હતા જેના બદલે ચાલુ સાલથી જ દરેક કન્યાઓના પોસ્ટ બચત ખાતામા આ યોજના અંતર્ગત બજેટમાં સુધારા મુજબ વાર્ષિક કુલ .૧૫૦૦ બચત જમા થશે, અને નવો પ્રવેશ મેળવેલ કન્યાઓને પણ આ યોજના અંતર્ગત ચુકવણું કરવામાં આવશે.
ઙ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા કુલ ૧૫૧ સ્માર્ટ સોસાયટી આવેલ છે, જેઓને હાલ દર મહીને પ્રતિ ચો.મી. ૧.૫૦ લેખે કુલ મળી ૧૨,૬૦,૪૧૭ની સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જે મુજબ કુલ મળી વાર્ષિક .૧,૫૧,૨૫,૦૦૪ સફાઈ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વધારો થતા હવે પછી દર મહીને પ્રતિ ચો.મી. .૩.૦૦ લેખે ૧૫૧ સ્માર્ટ સોસાયટીને દર મહીને કુલ મળી .૨૫,૨૦,૮૩૪ સફાઈ ગ્રાન્ટ ચૂકવામાં આવશે, જેના માટે મહાનગરપાલિકાને કુલ .૩,૦૨,૫૦,૦૦૮નું વાર્ષિક ખર્ચ થશે. આમ, સ્વચ્છતા જાળવણીમાં સહભાગી થતી શહેરની ૧૫૧ સ્માર્ટ સોસાયટીઓને હાલ ફાળવવામાં આવતી સફાઇલક્ષી ગ્રાન્ટને બમણી કરવામાં આવેલ છે.ઉપરોકત મુખ્ય યોજનાઓ ઉપરાંત છેલ્લાં એક વર્ષમાં અનેકવિધ લોકોપયોગી તેમજ વહિવટી સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેવામાં આવેલ છે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આંતરમાળખાકિય સુવિધાઓ તથા વિકાસકામો માટે એક વર્ષ દરમ્યાન મંજુર કરવામાં આવેલ ખર્ચની આછેરી ઝલક આપતા ઉમેયુ હતું કે છેલ્લા એક વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્રારા અંદાજે ૧૨૮૮ કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં ૩૨૮.૭૩ કરોડના ખર્ચે વોટરવકર્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો, ૨૦૭.૯૯ કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો, ૧૮૮.૫૧ કરોડના રસ્તાકામ અને ૧૮૫.૯૮ કરોડના ખર્ચે ડ્રેનેજ કામ સહિતના કામો કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, ૮૦.૯૮ કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનુ કામ, .૫૬.૭૬ કરોડના ખર્ચે પાઇપ ગટરના કામો, સુએજ પમ્પિંગ સ્ટેશન માટે ૩૪.૨૦ કરોડ, ૨૪.૬૩ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામો, ૨૨.૪૮ કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, ૧૯.૪૩ કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, ૧૭.૦૨ કરોડના ખર્ચે જુદા–જુદા બિલ્ડીંગ કામ, ૧૩.૪૦ કરોડના ખર્ચે વોંકળા પાકા કરવાના કામ, ૧૩.૧૩ કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, ૯.૪૫ કરોડના ખર્ચે બગીચાના કામો, ૮.૭૮ કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય તથા એનિમલ હોસ્ટેલના કામો, ૮.૬૯ કરોડના ખર્ચે નવા કોમ્યુનિટી હોલ, સ્મશાન માટે ૮.૦૮ કરોડ, ૭.૯૨ કરોડના ખર્ચે સી.સી. કામ, ૭.૭૮ કરોડના ખર્ચે બોકસસ્લેબ કલ્વર્ટ, ૬.૬૪ કરોડના ખર્ચે ડ્રેનેજ સફાઇ માટે જરી સાધનો, ૪.૭૩ કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, ૪.૩૦ કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇનના કામો, ૩.૮૬ કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, નાણાકીય સહાય ૩.૭૭ કરોડ, ૩.૫૮ કરોડના ખર્ચે રોશની વિભાગના કામો, કન્સલ્ટન્સી માટે ૩.૪૧ કરોડ, ૨.૮૦ કરોડના ખર્ચે લાયબ્રેરી બાંધકામ, ૨.૪૮ કરોડના ખર્ચે ફટપાથરોડ ડિવાઇડર, ૧.૬૮ કરોડ કર્મચારી–અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય માટે, ૧.૪૨ કરોડના ખર્ચે કેમિકલ ખરીદી, ૧.૧૮ કરોડના ખર્ચે શહેરમાં રમત ગમતસ્પોટર્સ સંકુલોની સુવિધા સહીતના કામનો સમાવેશ થાય છે.
અન્ય મહત્વના કામોમાં ૮૯.૨૦ લાખના અર્બન ફોરેસ્ટ, ૮૮.૪૬ લાખના ખર્ચે કોમ્પ્યુટર ખરીદી, ૬૮.૬૭ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ, ૪૯.૯૮ લાખના ખર્ચે કેમીકલ ટ્રાન્સ્પોર્ટેશન, ૩૮.૯૬ લાખના ખર્ચે જુદી–જુદી મશિનરી ખરીદી, ૩૩.૯૨ લાખના ખર્ચે મોર્ડનાઇઝ ટોઇલેટ, ૩૦.૫૭ લાખના ખર્ચે નવી આંગણવાડીના મકાનો, બાયો મેડીકલ વેસ્ટ નિકાલ માટે ૨૨.૪૨ લાખ, પી.એમ.સ્વનિધિ યોજના માટે ૯૦ હજાર સહિતના કામો મંજુર કરાયા છે.
વિશેષમાં, વર્ષ ૨૦૨૪–૨૫ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે મહાનગરપાલિકા દ્રારા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ૫૭૨.૭૨ કરોડના કુલ ૨૪૨ વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્ત રજુ કરવાનું મંજુર કરાયું છે. જે પૈકી આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણ મુજબ સરકાર દ્રારા રાજકોટ માટે વર્ષ ૨૦૨૪–૨૫ માટે .૨૭૮.૦૭ કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે કરેલ જોગવાઇ પૈકી પ્રથમ તબક્કામાં ૯૪.૫૪ કરોડની તેમજ બીજા તબક્કામાં ૭૬.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્રારા આંતરમાળખાકિય વિકાસના ત્રણ પ્રકારના કુલ ૨૩૦ કામો માટે કુલ મળી ૫૧૧.૯૯ કરોડ ફાળવવા દરખાસ્ત કરવામાં આવેલ છે. ઉપરાંત વર્ષ ૨૦૨૪–૨૫માં મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એકશન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી–કાર્પેટ વિગેરે જેવા કુલ–૧૨ કામો માટે ૬૦.૭૨ કરોડની ગ્રાંટની જોગવાઇ કરેલ છે, જે પૈકી ૫૩.૮૨ કરોડની ફાળવણી કરાઇ છે.
છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ ૨૧ મીટીંગો મળેલ, જે અંતર્ગત કુલ ૬૮૯ ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી અંદાજિત ૧૨૮૮ કરોડ મુજબ દૈનિક સરેરાશ ૩.૫૦ કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્રારા મંજુર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં વર્ષ ૨૦૨૪–૨૫ ના બજેટમાં મંજુર કરાયેલ વિકાસ કામોની પ્રગતિ બાબતે વખતોવખત સમીક્ષા કરી સમયબધ્ધ અમલીકરણ થશે. છેલ્લા એક વર્ષના કાર્યકાળ દરમ્યાન ૨૪.૦૬ કરોડની આવક પણ ઉભી કરેલ છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા યોગ્ય પ્રયાસો કરવા કટીબદ્ધ છીએ તેમ અંતમાં જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની કામગીરી ઉડતી નજરે
– રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનો સુવર્ણ કાળ : જયમીન ઠાકરની અધ્યક્ષતામાં પ્રથમ એક વર્ષમાં દરમ્યાન યોજાયેલ કુલ ૨૧ સ્ટેન્ડિંગ કમિટીની મીંટીંગમાં કુલ અભુતપુર્વ ૧૨૮૮ કરોડના કામો મંજુર : દૈનિક સરેરાશ ૩.૫૩ કરોડના કામોને લીલી ઝંડી
– ચેરમેન સહિતના પદાધિકારીઓની મુખ્યમંત્રીશ્રીને સફળ રજૂઆત : રાજકોટ શહેરને આંતરમાળખાકીય સુવિધાઓ તથા શહેરી સડક યોજના અંતર્ગત અત્યાર સુધીની સૌથી વધુ ગ્રાન્ટની ફાળવણી : ૧૪૮.૩૬ કરોડની ઐતિહાસિક રકમની ફાળવણી
– પારદર્શક વહીવટના ભાગપે મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કચેરીની બહાર રામવન તથા અટલ સરોવર જેવા જાહેર સ્થળોએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોનું સફળ આયોજન
–રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે શહેરના ત્રણેય ઝોનમાં એકસાથે અલગ–અલગ કુલ ૫૦ વિકાસ કામોના લોકાર્પણ...
– ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત ૧૫,૦૦,૦૦૦ની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા શ...
– વિકાસકામોને વેગ આપવા કોર્પેારેટરોને પ્રતિવર્ષ ફાળવવામાં આવતી છ૧પ લાખની ગ્રાન્ટમાં વધારો કરી હવેથી પ્રતિવર્ષ છ૨૦ લાખ ફાળવણી...
– ૪.૧૭ કરોડના ખર્ચે અરવિંદભાઇ મણીયાર હોલના નવિનીકરણનું કામ શ...
– ૪.૭૩ કરોડના ખર્ચે વધુ ચાર નવા આધુનિક આરોગ્ય કેન્દ્રો...
–શહેરની ૧૫૧ સ્માર્ટ સોસાયટીઓને બમણી સફાઇલક્ષી ગ્રાન્ટની ફાળવણી...
– ૫૩૨ સફાઇ કામદારોની ભરતી અંગેનો ઐતિહાસિક નિર્ણય...
– વરિષ્ઠ નાગરીકો તથા દિવ્યાંગો માટે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં ફ્રી મુસાફરી, રાય સરકારના નિયમો પણ હળવા કરી વધુ છૂટછાટ...
– વરિષ્ઠ નાગરીકો તથા દિવ્યાંગો માટે મહાપાલિકાની લાયબ્રેરીમાં ફ્રી સભ્યપદ થકી હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં સતત વધારો ...
– કાલાવડ રોડ મલ્ટીલેવલ લાયઓવર બ્રીજનું શ્રી રામ બ્રીજ નામકરણ
– પ્રધાનમંત્રીનો રોડ–શો, ગોલ્ડન યુબેલી વર્ષ નિમિતે સંગીત સંધ્યા, તિરંગા યાત્રા, માન.મેયરશ્રીનો વોર્ડવાઇઝ લોકદરબાર, સેવા સેતુ, અમૃત કળશ યાત્રા સહિતના કાર્યક્રમોનું સફળ આયોજન...
–સતત પડેલ ભારે વરસાદ બાદ રામનાથ મહાદેવ આજી નદી વિસ્તાર તેમજ સમગ્ર શહેરમાં ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સઘન સફાઇ ઝૂંબે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application