રાજકોટ શહેરમાં સોના–ચાંદીના ધંધાર્થીઓ સમયાંતરે પોતાના જ વિશ્ર્વાસુ કર્મચારીઓની જાળમાં આવી જતા હોય છે. બે દિવસ પહેલા જ એક સોની વેપારીનું ૨.૫૬ કરોડનું સોનું લઈને બંગાળી બંધુ કારીગર ફરાર થઈ ગયાની ઘટના બહાર આવ્યા બાદ ફરી હવે સતં કબીર રોડ પરના ચાંદી કામના ધંધાર્થી પેઢી આવકાર સિલ્વર તેના જ કર્મચારીનો વિશ્ર્વાસનો ભોગ બની છે. એક વર્ષ દરમિયાન આ કર્મચારીએ ૧.૧૨ કરોડની ચાંદીની ઉચાપત કર્યાની અને તેની સાથે અન્ય છ ઈસમો પણ સંડોવાયાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટમાં સતં કબીર રોડ પર સત્ય સોસાયટીમાં રહેતા અને સિલ્વર માર્કેટ ગણાતા સામા કાંઠા વિસ્તારમાં આવકાર સિલ્વર નામે ચાંદી કામના ઘરેણાની પેઢી ધરાવતા અલ્પેશભાઈ ઉર્ફે બાબાલાલ ગંગદાસભાઈ ડોડીયાએ તેના પુર્વ કર્મચારી દેવાંગ દિલીપભાઈ ગોદડકા તેમજ અન્ય શખસો કે જેને દેવાંગે ચાંદી વેચવા આપી હતી તે સોનીઓ બેલદાર, સતિષ જયસુખભાઈ ડોડીયા, સાહીલ રાજેશભાઈ પરમાર, કિશન દિનેશભાઈ પરમાર, હાદિર્ક ડોડીયા, યોગેશ તેમજ તપાસમાં અન્યોના જે નામ આવે તે આરોપીઓ સામે છેતરપીંડી વિશ્ર્વાસઘાતના આરોપસર થોરાળા પોલીસ મથકે ગત રાત્રીના ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં મુકેલા આરોપ મુજબ આરોપી દેવાંગ ગોદડકા અલ્પેશભાઈની આવકાર સિલ્વર પેઢીમાં ચાંદી કામની મજુરી પગારદાર તરીકે કામ કરતો હતો. તેણે ગત વર્ષે તા.૧૬૨૦૨૩થી એક વર્ષ દરમિયાન તા.૧૬૨૦૨૪ સુધીમાં ૩૨૦ કિલો ચાંદીના દાગીનાની ઉચાપત કરી હતી. જે દાગીના અન્ય આરોપીને વેચાણ અર્થે આપી દીધા હતા. આ સમગ્ર મામલાની અલ્પેશભાઈને ખબર પડતા તેમણે દેવાંગ પાસેથી પેઢીમાંથી ગાયબ થયેલા ૩૨૦ કિલો ચાંદીના દાગીના અંગે પુછપરછ કરી હતી જેથી દેવાંગે આ દાગીના પોતે લીધા હોવાનું અને તેના બદલે ચાંદી અથવા તો રૂપિયા આપી દેશે તેવો વાયદો કર્યેા હતો.
નકકી થયા મુજબ દેવાંગે સમયમર્યાદામાં નાણા ચુકવ્યા નહીં અને ચાંદી પણ પરત કરી ન હતી. આ બાબતે તેઓએ દાગીના વેચવા રાખ્યા હતા તેઓનો પણ ફરિયાદી પક્ષ દ્રારા સંપર્ક કરાયો હતો પરંતુ ત્યાંથી પણ કઈં યોગ્ય પ્રત્યુતર આવ્યો ન હતો. જેને લઈને છેતરાયેલા અલ્પેશભાઈએ પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના આધારે તપાસ દરમિયાન ગઈકાલે પીઆઈ એન.જી.વાઘેલા, રાઈટર દિવ્યરાજસિંહ જાડેજાએ ગુનો નોંધ્યો હતો. જેમાં પેઢીમાંથી ગયેલા ૩૨૦ કિલો દાગીનાઓમાં સો ટચ ૧૬૦ કિલો ચાંદી એમ આરોપીએ મિલાપીપણુ કરી ૧.૧૨ કરોડની ચાંદીની ઉચાપત કર્યાનો આરોપી મુકાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech