લાખોનો હાથ મારનાર પરપ્રાંતિય કામવાળીને દબોચતી ક્રાઈમ બ્રાંચ, સૂત્રધારની શોધ

  • May 20, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક માસ પૂર્વે કામ પર લાગી, ઘરધણી મહિલા બહાર જતાં બે દિવસમાં જ ચોરી કરીને નાસી ગઈ હતી, બેંગ્લુરૂ, હરિદ્રારમાં પણ ગુના આચર્યા, પોલીસે વેશપલ્ટો કરીને પકડી




શહેરના નિર્મલા રોડ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટ ૨૦૨ નંબરના ફલેટમાં દિલ્હીથી નોકરાણી તરીકે આવીને માત્ર બે દિવસ ઘરકામ કરી લાખોની મતા લઈને ફરાર થઈ ગયેલી પરપ્રાંતિય તસ્કરણીને ક્રાઈમ બ્રાંચે એક મહિનાની કસરતના અંતે દિલ્હી ખાતેથી વેશપલ્ટો કરીને દબોચી લીધી છે. જસ્ટ ડાયલ થકી મેઈડ પ્લેસમેન્ટ એજન્સીના નામે કર્ણાટકના, બેંગ્લુરૂ, ઉતરાખંડના હરિદ્રાર, યુ.પી.ના મોરાબાદા સહિતના સ્થળે પણ ઘરોમાં ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. તસ્કરણીના મૂખિયા સૂત્રધાર દિલ્હીના શખસની શોધ હાથ ધરાઈ છે.





જસ્ટ ડાયર થકી દિલ્હીની મહિલા અનુદેવી ઉર્ફે ફલવતી ઉર્ફે સોની શકિતકુમોર મિશ્રા પંડિત ગત મહિને કામ પર સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં આવી હતી. મેઈડ પ્લેસમેન્ટ એજન્સીને મહિલાને કામ પર રાખવા અંગે કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું. બે દિવસ ઘરકામ કર્યુ ઘરધણીર મહિલા બહાર ગયા, પતિ બહારગામ હતા. મોકો જોઈ ઘરમાંથી હાથ મારીને ગત તા.૧૫–૪ના અનુદેવી ફરાર થઈ ગઈ હતી. એકમાસ વિત્યે હાથ લાગી ન હતી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે સીસીટીવી અલગ અલગ સોર્સીસથી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન ક્રાઈમ બ્રાંચના એએસઆઈ ફિરોઝભાઈ શેખ, વિક્રમભાઈ લોખીલ, મોહિલરાજસિંહ ગોહિલને મહિલા દિલ્હી હોવાની માહિતી મળી હતી. પીઆઈ બી.ટી.ગોહિલ, પીએસઆઈ એ.એન.પરમારની રાહબરી હેઠળ ચાલતી તપાસમાં એક ટીમ દિલ્હી ખાતે પહોંચી હતી.





દિલ્હીમાં મહિલા રહેણાંક સતત બદલતી રહેતી હતી અને કોઈ પુરાવાઓ છોડતી નહતી. એ દરમિયાન મહિલાના રહેણાંકની ચોક્કસ માહિતી મળી હતી. સંવેદનશીલ વિસ્તાર હોવાથી રાજકોટથી પહોંચેલી ક્રાઈમ બ્રાચની ટીમે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી, થોડા દિવસ વેશપલ્ટો કરીને એ વિસ્તારમાં રોકાણ કર્યુ હતું અને મોકો મળતા તસ્કરણી અનુદેવીને ઉઠાવી લીધી હતી.




આરોપી મહિલા મુળ ઝારખડં રાયના રામગઢ જિલ્લાના દુદુઆ ગામની વતની છે. દિલ્હીના સાગ્રીત શ્યામ અને વિશાલ સાથે મળી અલગ અલગ રાયો ઘરકામ માટેની મહિલા બનીને હાથફેરો કરવાનો કિમીયો રચતી હતી. વિશાલ, શ્યામ બન્ને પ્લેસમેન્ટ એજન્સી ચલાવતા હોવાનો અને જસ્ટ ડાયલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી કોઈને કામવાળાની જરૂર હોય અને મદદ માટે જસ્ટ ડાયલમાં કોલ કરે તો ત્યાંથી નંબર મળતો હતો. નંબર પર સંપર્ક કરનારાઓને કામવાળી તરીકે અનુદેવીને મોકલી દેવાતી હતી. મહિલાની પૂછતાછ હાથ ધરાતા મહિલા ચારથી પાંચ માસ પહેલા કર્ણાટકના બેગ્લુરૂમાં કામવાળી તરીકે રહી હતી ત્યાંથી એક મોબાઈલ ફોન અને ૮૭૦૦૦ રૂપિયા લીધા. નાણા ગુગલ પેથી તેના એજન્ટના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા જે ગુનો બેંગ્લોરના બ્યપ્યાનહાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ત્યાંથી ઉત્તરાખંડના હરિદ્રારમાં બે–ત્રણ માસ પહેલા ઘરકામના બહાને રહી બે–ત્રણ દિવસ કામ કરીને નીકળી ગઈ ત્યાંથી યુપીના મોરાદાબાદમાં કામે ગઈ અને ત્યાંથી પણ આ ઢબે સરકી ગઈ હતી. ચોરીના કારસ્તાન શ્યામ અને વિશાલના કહેવાથી પોલીસ સમક્ષ કથન કયુ છે. હજી વધુ ચોરીના ભેદ ખુલવાની પોલીસે આશા વ્યકત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application