ગુલાબનગરમાં હુમલો કરી જીપમાં તોડફોડ પ્રકરણમાં ચાર સામે ગુનો

  • January 25, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે બે યુવાનો પર હીચકરો હુમલો કરાયો હતો, અને નવી નકકોર જીપમાં તોડફોડ કરાઈ હતી. જે મામલામાં હુમલાખોરોની ઓળખ થઈ છે, અને જુની અદાવતના કારણે આ હુમલો કરાયાનું સામે આવ્યું છે. જે મામલે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.





જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં સાંજના સમયે એક નવી જીપમાં કામકાજ કરાવવા માટે આવેલા બે યુવાનો પર અજાણ્યા શખ્સસોએ હુમલો કરી દીધો હતો. મોઢા પર કપડું બાંધી ટોપી પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે માર મારી ફેક્ચર કરી નાખ્યાની અને જીપમાં તોડફોડ કર્યાની ફરિયાદ ન્યુ સાધના કોલોની એમ-૫૧માં રહેતા હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા (ઉ.વ.૩૧) દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.


જે ફરિયાદના અનુસંધાને સીટી-બી. ડિવિઝન પોલીસે હુમલાખોર આરોપી સુભાષ પાર્ક વિસ્તારમાં રહેતા સૂરેશ ઉર્ફે  સૂરિયો વિજય સોનારા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી અને આરોપીને અગાઉ ઝઘડો થયો હતો. તેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યાનું પણ પોલીસમાં જાહેર કર્યું છે, તેમજ પાઇપ વડે હુમલો કરીને ફ્રેકચર સહિતની ઇજાઓ અને ગાડીના કાંચ તોડીને ૩૦ હજારનું નુકશાન કરી એકબીજાને મદદગારી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application