ગોંડલ બાયપાસ ચોકડી પાસે બ્રિજ પરથી ક્રેન ધડાકાભેર પડી નીચે, અકસ્માતના વિડીયો આવ્યા સામે

  • February 08, 2023 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા સમયથી રાજકોટનું એન્ટ્રી પોઈન્ટ ગણાતી ગોંડલ ચોકડી પાસે બ્રિજનું કામ ચાલુ છે, ગોંડલ બાયપાસ ચોકડી પર સતત સજાતી ટ્રાફિકની સમસ્યા માટે તંત્ર ઘણા સમયથી કામ કરી રહી છે પણ આજે ગોંડલ ચોકડી પાસે એક દુર્ઘટના બની છે. નિર્માણાધીન બ્રીજ પરથી ક્રેઇન નીચે પડતા મોટો અકસ્માત સર્જાયો છે. જો કે હાલ મળતી વિગતો મુજબ કોઈને જાનહાની થઇ નથી, પરંતુ ક્રેન નીચે પટકાતા એક ઇકો કારને વધુ નુકશાન થયું છે. 

​​​​​​​હાલ પોલીસ ઘટના સ્થળે પહોચી છે, અકસ્માત બાદ ગોંડલ ચોક પાસે કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application