જામનગર નજીક છ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતિ ઝડપાયું

  • March 25, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લાલવાડી આવાસ કોલોનીમાં રહેતું દંપતિ મુંબઇના ડોંગરી વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઇને ખાનગી બસમાં જામનગર તરફ આવી રહયા છે, એવી ચોકકસ બાતમીના આધારે એસઓજીની ટુકડીએ વોચ ગોઠવી હતી, દરમ્યાન ખીજડીયા બાયપાસ પાસે દંપતિને છ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ અને મોબાઇલ સાથે દબોચી લીધા હતા, તપાસ દરમ્યાન મુંબઇના નાઇઝેરીયન શખ્સ અને લાલવાડીના અન્ય એક શખ્સની સંડોવણી ખુલી હતી. 


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જીલ્લામાં નશીલા પાદર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરિણામલક્ષી કામગીરી કરવા બાબતે સુચના કરતા જે અનુસંધાને એસઓજી પી.આઇ બી.એન. ચૌધરીપીએસઆઇ જે.ડી. પરમારના નેતૃત્વવાળી ટીમના હેડ કોન્સ સંદીપભાઇ ચુડાસમા, રાજેશભાઇ મકવાણા તથા હર્ષદભાઇ ડોરીયાને મળેલ ખાનગી બાતમી આધારે સલીમ કાદર લોબી (ઉ.વ.૪૧) તથા તેની પત્ની રેશ્માબેન સલીમ કાદર (ઉ.વ.૪૦) રહે. બંને લાલવાડી, આવાસ કોલોની, હાપા રોડ, જામનગરવાળા ખાનગી ટ્રાવેલ્સમાં કેફી માદક પદાર્થ સફેદ પાવડરનો જથ્થો લઇને રાજકોટ બાજુથી આવી જામનગર નજીક ખીજડીયા આસપાસ ઉતરી જામનગરતરફ આવવાના છે.





જેથી ઉપરોકત જગ્યાએ વોચમાં રહી રેઇડ કરતા બંને પતિ-પત્નીી ઝડતીમાંથી ગેરકાયદે માદક પદાર્થ નાર્કોટીકસ મેફેડ્રોન ડ્રગ્સ કુલ ૬૦ ગ્રામ કી. ૬ લાખ તથા અન્ય મુદામાલ મળી કુલ ૬.૭૩.૩૪૦ સાથે પકડી પાડી ઇસમો વિરુઘ્ધ પંચ-એ ડીવીઝનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આરોપી સલીમ કાદર અગાઉ ૨૦૧૮માં નાકોર્ટીકસ એનડીએમ.એ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો હતો.


મેફેડ્રોન પાવડરનો જથ્થો મુંબઇના ડોંગરી વિસ્તારમાં આવેલ મનિષ માર્કેટ પાછળ, રેલ્વે પટરી પાસે જોન નામથી ઓળખાતા નાઇઝેરીયન શખ્સ પાસેથી વેચાણઅર્થે પોતાના માટે તથા પોતાના મિત્ર સમીર ઇકબાલ સમા માટે ખરીદ કર્યો હતો એવી વિગતો તપાસમાં સામે આવી છે, હાલ દંપતિની અટકાયત કરી બાકીના બે આરોપી મુંબઇ રહેતા નાઇઝેરીયન શખ્સ જોન અને જામનગર લાલવાડી આવાસ ખાતે રહેતા સમીર ઇકબાલ સમા આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પંચ-એમાં ચારેયની સામે ગુનો દાખલ કરી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application