નપાણીયા ખીજડીયાની સીમમાં દંપતીને માર માર્યો

  • June 20, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયાની સીમમાં ખેતરના શેઢે પારો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો જેમાં બે શખ્સોએ ઉશ્કેરાઇને દંપતીને માર મારી ધમકી દીધી હતી.


કાલાવડના કુંભનાથપરામાં રહેતા બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી કિરણબેન ગૌતમભાઇ વાટલીયા (ઉ.વ.૩૦) નામની પરિણીતા અને આરોપીઓની ભાયુ ભાગની ખેતીની જમીન બાજુ બાજુમાં આવેલી હોય અને આરોપીઓને તેમના ખેતરમાં જવાનો સ્વતંત્ર રસ્તો હોય તેમ છતા આરોપીઓ ફરીયાદીની ખેતીની જમીનમાંથી હાલતા ચાલતા હતા જેથી તેમની ખેતીલાયક જમીનમાં નુકશાન થતુ હતું.
કિરણબેનની ખેતીની જમીનનો વરસાદી પાણીનો નિકાલ આરોપી દિપકના ખેતરમાથી થતો હોય અને તેણે શેઢે પાળો કરી નાખ્યો હતો આથી ફરીયાદી તેમના ખેતરના પાણીના નિકાલ માટે પારો સરખો કરતા હોય જે બાબતે બોલાચાલી થઇ હતી.


દરમ્યાનમાં આરોપીઓએ ઉશ્કેરાઇને તા. ૧૮ સવારના સુમારે નપાણીયા ખીજડીયાની સીમમાં આવેલ ખેતરની જમીને આરોપીઓએ ફરીયાદી તથા તેમના પતિ ગૌતમ જેન્તીભાઇ વાટલીયાને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આરોપી અશ્ર્વીને ધોકા વડે દંપતીને માર માર્યો હતો, હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


આ બનાવ અંગે કિરણબેન વાટલીયા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા દિપક રામજી વાટલીયા તથા અશ્ર્વીન રામજી વાટલીયાની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે બંને શખ્સને વિધીવત અટક કરવા ચક્રો ગતીમાન કર્યા છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application